રાજકોટ તાલુકા પંચાયતના કોંગ્રેસના તમામ ૧૦ સભ્યો અને ૨ અપક્ષ સભ્યો સહીત કુલ ૧૨ સભ્યો સાથે કોંગ્રેસના અસંખ્ય સમર્થકો ભાજપામાં જોડાતા કોંગ્રેસમાં ભૂકંપનો આંચકો સર્જાયો અને રાજકોટ તાલુકા પંચાયત કોંગ્રેસમુક્ત બની. આજરોજ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ નીતિનભાઈ ઢાંકેચા, પરસોત્તમભાઈ સાવલિયા, જીલ્લા આગેવાનશ્રીઓ ગૌતમભાઈ કાનગડ, જીવરાજભાઈ રાદડિયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ સેખલિયા સહીતના ભાજપાના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકા પંચાયત કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન અને માર્કેટિંગ યાર્ડના વા.ચેરમેન હરદેવસિંહ જાડેજાના નેતૃત્વમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના ૧૦ અને ૨ અપક્ષ સભ્યો તેમજ કોંગ્રેસના અસંખ્ય સમર્થકો સર્વ શિવલાલભાઈ પીપળીયા, વલ્લભભાઈ ગંગાણી, મેરામભાઇ જળુ, કાનાભાઈ બારૈયા, દામજીભાઈ ડાભી, કૃષ્ણસિંહ જાડેજા, ખોડાભાઈ સોલંકી, ભરતભાઈ ગોહેલ, વિજયભાઈ અજાણી, જીતુભાઈ રાઠોડ-બ.સ.પા., બાબુભાઈ કુમારખાણીયા-અપક્ષને ભાજપાના ઉપરોક્ત હોદેદારો તેમજ ધારાસભ્યશ્રીના હસ્તે કેસરિયા ખેસ પહેરીને ભાજપામાં વિધિવત જોડાયા.
સખીયા તથા મેતાએ કોંગ્રેસના સહકારી આગેવાનોને આવકારતા જણાવ્યું હતું કે, હાલ ભાજપાના ૧૨ સભ્યો અને કોંગ્રેસના ૧૨ સભ્યો ભાજપામાં જોડાતા તાલુકા પંચાયત ભાજપાના ૨૪ સભ્યો સાથે તાલુકા પંચાયત સમરસ બનતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજકોટ જીલ્લા ભાજપાના પ્રમુખ, મહામંત્રી અને સર્વ હોદેદારોની પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
જેમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપામાં વિશ્વાસ મુકીને ભાજપામાં જોડાયા તેનાથી વિકાસની ઉંચાઈ પ્રાપ્ત કરવા જે સહયોગ મળ્યો છે. તે ખુબ આવકારદાયક અને અભીનંદનને પાત્ર છે.