રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવ સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે સનાતન ધર્મની એકતા સામાજીક સમરસતા સાથે રામનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવશે. તેવી માહિતી ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનો આપી હતી.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન નિલેશભાઇ વોરા, કલ્પેશ ગમારા, વિનય જોષી, મિત ખખ્ખર, કશ્યપ સંઘાણી, રોનક સંઘાણી અને કલ્પેશ વઢવાણાએ જણાવ્યું હતું કે રાજકોટના રાજા સ્વયંભૂ શ્રીરામનાથ મહાદેવ 400 વર્ષથી બીરાજે છે. શ્રાવણ માસ દરમ્યાન લાખો ભાવિકો દાદાના દર્શન કરી મન પવિત્ર કરી આત્માનું કલ્યાણ કરે છે. 15 વર્ષ થયા વાજતે-ગાજતે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત પંદર વર્ષ પૂર્વે ભાઇ સ્વ.બકુલભાઇ વોરાએ કરેલ હતી. તે યાત્રા આ વર્ષે પણ યોજાશે. તા.13/8ને શનિવારના રોજ રાત્રે 9.30 કલાકે ધ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયાનાકાથી વાજતે ગાજતે ધ્વજા યાત્રા યોજાશે. દલીત સમાજ તથા વાલ્મીકી સમાજના બહેનો દ્વારા દાદાની ધ્વજા માથે ચડાવી શરૂઆત કરે છે.
‘અબતક’ની મુલાકાત દરમિયાન શિવભક્તોએ આપી વિસ્તૃત માહિતી
એકાવન કરતા વધારે સામાજીક સંસ્થાઓ તથા અનેક વિધ સમાજ પણ સાથે જોડાશે. આગળ હિન્દુ સંસ્કૃતિનું ચિન્હ ભગવા ધ્વજની આગેવાનીમાં આ યાત્રાની શરૂઆત થાય છે. આ યાત્રામાં મુખ્ય ધ્વજા ઉપરાંત અનેક વિધ સંસ્થા દ્વારા પણ ધજા ચડાવવામાં આવે છે. આ વખતે એકી સાથે બાર ધ્વજા ચડાવવામાં આવશે, જેમાં બ્રાહ્મણ સમાજ, બંગાળી સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, ખવાસ રજપુત સમાજ, નેપાળી સમાજ, ગૌરક્ષા દળ ગુજરાત, દલિત સમાજ, કનૈયા ગ્રુપ, નક્ષ ગ્રુપ, અખંડ ભારત ગ્રુપ, થેલેસેમીયા ભૂલકાઓને તેના પરિવાર બાલાજી ગ્રુપ, શ્રી પાર્ક સોસાયટી, રામદેવપીર ગ્રુપ, વાલ્મીકી સમાજ, કવા પરિવાર તેમજ આ સાથે અલગ-અલગ સંસ્થા તથા અલગ-અલગ સમાજના લોકો સાથે રામનાથદાદાની ધ્વજા પણ ચડાવવામાં આવશે. યાત્રાને આકર્ષક બનાવવા માટે ભરવાડ સમાજના યુવાનો લાઠી દાવ કરે તે મુખ્ય આકર્ષણ જોવા મળે છે. યાત્રા કિશોરસિંહજી સ્કુલથી શરૂથઇ ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા મેઇન રોડ પરથી પસાર થઇ રામનાથ મહાદેવ મંદિરે પુર્ણ થશે.
આ વર્ષે થેલેસેમીયા ભુલકાઓને તેના પરિવારના લોકો પણ યાત્રામાં જોડાશે અને તેમની પરિવાર દ્વારા આરોહણ કરવામાં આવશે. આ રસ્તામાં ઠેર-ઠેર ધ્વજા યાત્રાનું ગરૂડ ગરબી મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ, સિંધી સમાજ વગેરે સમાજ અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. યાત્રાની વિશેષ માહીતી માટે નિલેશભાઇ વોરા મો.નં.98242 85455, રાજકોટની ધર્મપ્રેમી જનતાં શ્રીરામનાથ મહાદેવ ધ્વજા રોહણ સમિતિ હાર્દિક આમંત્રણ પાઠવે છે.