હાડ ધ્રુજાવે અને કાળજું કંપાવે એવી કાતિલ કડકડતી ઠંડીમાં ટાઢાબોર અને બરફીલા જળથી માઘ સ્નાન કરવું એ તો જરૂર હિંમત અને શુરવીરતા માંગી લે છે. કાચા પોચા કે દેહરખા કાયરનું આમાં કામ નથી. સ્નાન કરવાથી લોહીનું પરિભ્રમણ વેગથી થવા લાગે છે એટલે તરત શરીરમાં સ્ફૂર્તિ અને રાહત થવા માંડે.
માઘ સ્નાનનો પ્રભુ પ્રસન્નતા‚પ અધ્યાત્મ લાભ તો છે. એ ઉપરાંત ટાઢમાં ટાઢાબોળ જળ વડે માઘ સ્નાન કરવાથી માનસિક હિંમત વધે છે. શારીરિક જુસ્સો કેળવાય છે. શરીરના પ્રત્યેક અવયવો અને સ્નાયુઓ ખાસ કરીને ત્વચા ચામડી જરૂર સંકોચાઈને ઘસાય છે. ચામડીના હઠીલા જૂના દર્દો પર દૂર થાય છે. શરીરના વિવિધ અંગો અને લોહીમાં રહેલા ખોટી ગરમી દૂર થાય છે. બગાડ દૂર થતા લોહી શુધ્ધ થાય છે. શરીરમાં રુધિરાભીસરણની ગતિ તેજ બને છે એટલે ઠંડીનો પ્રતિકાર કરવાની કુદરતી શક્તિ શરીરના લોહીમાં ઉત્પન્ન થાય છે. આમ મહિમા અને ઉત્સાહભેર વિધિવત માઘસ્નાન કરવાથી આધ્યાત્મિક તેમજ શારીરિક ફાયદાઓ છે.
આજે પણ ભવ્ય ઋષિ પરંપરાને ઉજાગર કરવા રાજકોટ સ્વામિનારાયણ ગુ‚કુલ અને એની અન્ય શાખાઓમાં વર્ષોથી ઉત્સાહી સંતો અને શ્રધ્ધાળુ યુવા ભક્તો તથા વિદ્યાર્થીઓ વહેલી સવારે માટલાના શીતળ વારી વડે મહિમાથી ભક્તિભાવ સાથે અને પ્રભુ પ્રસ્નાર્થે માટલાના ગંગાજળ તુલ્ય ગણાતા ઠંડા જળથી સ્નાન કરે ભીના અને
પાણી નીતરતા દદળતા શરીરે માઘ સ્નાનીઓ પ્રભુને દંડવત્ કરે, પ્રદક્ષિણાઓ ફરે ત્યારે જાણે ઠંડી પણ થર-થર ધ્રુજવી હોય ને શું ? એવું જરૂર લાગે.
એ વખતનું સવારનું આ મનોહર દ્રશ્ય ખરેખર ભક્તિભાવથી ધબકતું અને બ્રહ્મભીનું ભાસતું હોય છે એ દર્શન કરવું હોય તો વહેલી સવારે જરૂર અહીં આવજો.
સ્વામીનારાયણ ભગવાનના સમકાલીન નંદસંતો પણ ગઢપુરમાં ઘેલા નદીમાં ને વડતાલમાં ગોમતીમાં સ્નાન કરતા આજે પણ ખપવાળા ઘણાય મુમુક્ષુઓ ઠંડી નહીં ગણીને હિંમતથી વહેલી સવારે માઘસ્નાન કરતા હોય છે.
હરિદ્વાર કે પ્રયાગમાં છ કે બાર વર્ષે કુંભમેળા યોજાય છે. જેમાં લોકો સ્નાન કરી ધન્યતા અનુભવે છે. જયારે સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટમાં દર વર્ષે શિયાળામાં આવા કુંભ મેળા (નવા માટીના માટલાઓમાં જળ ભરી) યોજીને સંતો-યુવાન હરિભક્તો અને ઉત્સાહી વિદ્યાર્થીઓને માઘ સ્નાનનો લાભ અપાય છે.