ગ્રીન એવર અને નયનદીપ ઘીના નમૂના લેવાયાં
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની માહિતી મળતા શહેરના પરા બજારમાં શ્રી સ્વામિનારાયણ શોપિંગ સેન્ટરમાં ’વોલ્ગા કોર્પોરેશન’માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.પેઢીના ભાગીદાર ભુવનેશ ચંદ્રાણી દ્વારા ’ગ્રીન એવર પ્રીમિયમ ઘીના 216 નંગ (106 લિટર) તથા નયનદીપ પ્યોર ઘીના 12 ટીન (180 કિલો)નો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કર્યો હતો.
બંન્ને બ્રાન્ડનો ઘીનો જથ્થો શંકાસ્પદ જણતા જથ્થામાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નમૂના લેવામાં આવ્યા હતા.ગ્રીન એવર પ્રીમિયમ ઘીના રૂ.56180ના212 નંગ પાઉચ તથા ’નયનદીપ પ્યોર ઘીના રૂ.107400ની કિંમતના કુલ 12 ટીન (179 કિલો) સહિત અંદાજિત 285 કિલો ઘીનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરાયો હતો જેની કુલ કિમત રૂ.1,64,580 ની થવા જાય છે. બન્ને બ્રાન્ડ ઘીના નમૂના લેવાયાં હતા.
આ ઉપરાંત રૈયા રોડ પર દરજી સમજની વાડી પાસે ઠક્કર સ્વીટ એન્ડ ફરસાણ માંથી ’ચોકલેટ મોદક લાડુ અને સાધુ વાસવણી રોડ પર પોપ્યુલર પ્લાઝાંમાં જય નમકીન અને ફરસાનમાંથી’ચુરમાનાં લાડુના નમૂના લેવાયાં છે. સેટેલાઇટ ચોક, ઉત્સવ સોસાયટી તથા નંદનવન મેઇન રોડ પર આવેલ વિગતો મુજબ કુલ 26 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી.2 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.