કાલાવડ રોડ પર શ્રીજી વડાપાંઉમાંથી બટાકાનો મસાલાનો નમૂનો લેવાયો: મવડી વિસ્તારમાં 12 દુકાનોમાં ચેકીંગ
શહેરમાં ચોકે-ચોકે વેંચાતા ગાયના શુદ્વ ઘી માં બેફામ ભેળસેળ થતી હોવાની શંકાના આધારે કોર્પોરેશનની સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ત્રણ સ્થળેથી ગાયના ઘી ના નમૂના લેવામાં આવ્યા છે
આ ઉપરાંત કાલાવડ રોડ પર શ્રીજી વડાપાંઉમાંથી બટાટાના મસાલાનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે. મવડી વિસ્તાર અને કે.જી. મેઇન વિસ્તારમાં ખાણી-પીણીની 12 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા મિલપરા શેરી નં.5 માં અમૃત એપાર્ટમેન્ટની બાજુમાં ગીફ્ટ એન્ટરપ્રાઇઝમાંથી સોરઠ ગાયના ઘી નો, ગોંડલ રોડ પર બ્રીજની બાજુમાં શિવાલિક-4 માં આવેલા એવન્યૂ સુપર માર્કેટ લિમિટેડ (ડી-માર્ટ)માંથી ડાયનામિક્સ કાઉ ઘી, નાના મૌવા મેઇન રોડ પર જય દ્વારકાધીશ નાસ્તા ગૃહમાંથી લૂઝ ગાયનું ઘી જ્યારે કાલાવડ રોડ મહિલા અન્ડર બ્રીજ ઉપર આવેલા શ્રીજી વડાપાંઉમાંથી બટાટાનો મસાલાનો નમૂનો લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા શહેરના જયંત કે.જી. મેઇન રોડ અને મવડી રોડ વિસ્તારમાં સ્માઇલ ફાસ્ટ ફૂડ, ધ સેફ કિચન, પ્રતાપ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, શ્રીજી વડાપાંઉ, ટેસ્ટી લોચો, ડીજે પાણીપુરી, હિમાયલ સોડા સોફ્ટી, બોમ્બે પાણીપુરી, ડોમીનોઝ પીઝા, સુરતી મૈસૂર કાફે, જલારામ ભેળ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 10 પીઝા બેઇઝ, 1 કિલો ચીઝ, 1 કિલો માયોનીઝ, 1 કિલો મન્ચુરિયન, 1 કિલો સોસ, 2 કિલો મીઠી ચટણી, 3 કિલો બટેટા, 40 કિલો વાસી પાંઉ અને 5 કિલો ટાઝીયા તેલનો નાશ કરવામાં આવ્યો હતો.