ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થવાથી રાજકોટ ડિવીઝનમાં: દોડતી 70 થી વધુ ટ્રેનના યાત્રિકોને સ્ટેશન પર વધુ સમય નહીં વિતાવવો પડે
વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ રાજકોટ ખાતે વિવિધ પ્રોજેકટની સમિક્ષા બેઠક યોજી
રેલવે તંત્ર દ્વારા વર્ષ 2017 થી રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. હવે ટ્રેકની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. આ ટ્રેક પર આવાગમન માટે રેલવેના સેફેટી વિભાગે મંજુરી આપી દીધા બાદ હવે ટ્રેન પણ દોડવા લાગી છે. આ ડબલ ટ્રેક તૈયાર થઇ જવાથી સૌથી વધુ ફાયદો યાત્રીકોને સમયનો થશે. રાજકોટ- સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનો 1056.11 કરોડનો પ્રોજેકટ પૂર્ણ થવાથી રાજકોટથી અમદાવાદ જતા યાત્રિકોને 30 થી 4પ મીનીટનો સમય બચી થશે.
તેથી યાત્રિકો સમયસર પોતાના યાત્રા સ્થળે પહોંચી શકાશે જયારે સિંગલ ટ્રેક હતો. ત્યારે સુપર ફાસ્ટ અને મેઇલ એકસપ્રેસ 3 કલાક ર0 મીનીટથી 3 કલાક 45 મીનીટનો સમય લેતી હતી. હવે હવે ડબલ ટ્રેકનું કામનું પૂર્ણ થઇ જતા રાજકોટના મુસાફરો અંદાજે અડધી કલાકથી 4પ મિનીટ વહેલા અમદાવાદ પહોંચી જશે. તદઉપરાંત આગામી જુન-2023 સુધીમાં રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ઇલેકિટ્રફિકેશનનું કામ પૂર્ણ થઇ જશે. તેથી અમદાવાદ સુધી ઇલેકિટ્રફિકેશન સાથે દોડતી ટ્રેન સૌરાષ્ટ્રમાં પણ દોડતી થશે.
રાજકોટ ડિવીઝનમાં 70 થી વધુ ટ્રેન રાજકોટ – સુરેન્દ્રનગરના રૂટ થઇને દોડી રહી છે. ત્યારે હવે આ ડબલ ટ્રેક થઇ જવાથી મુસાફરોનો સમય બચવાની સાથે ટ્રેન પણ સમયસર દોડાવી શકાશે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે 116.17 કી.મીનો ટ્રેક બનાવવામાં આવેલ છે. જેની કોસ્ટ 1056.11 કરોડ છે. આ પ્રોજેકટમાં 16 મોટા બ્રિજ તથા 163 નાના બ્રિજ બનાવવામાં આવ્યો.
સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે કુલ 18 સ્ટેશન આવે. જેમાંથી ઘણા સ્ટેશનો પર નવી સ્ટેશન બિલ્ડીંગ બનાવવામાં આવી પ્લેટ ફોર્મની લંબાઇ 24 કોચની ટ્રેન સમાય તે મુજબ કરવામાં આવી છે. નાના સ્ટેશન પર પ્લેટ ફોર્મ બનાવવામાં આવેલ છે. ડબલ ટ્રેક થવાથી ગાડીઓનો ક્રોસીંગ સમય બગડતો તે નથી બગડે ગાડીઓ સમયસર ચાલશે. અંદાજીત 30 થી 4પ મીનીટ સુધીનો સમય બચશે. ડબલ ટ્રેક થવાથી ગુડસ ટ્રેનને પણ ફાયદો થશે. રાજકોટમાંથી દરરોજ 70 ટ્રેનો પસાર થઇ રહી છે. હાલ ઇલેકટ્રિફિકેશનની કામગીરી સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે થઇ રહ્યું છે. સુરેન્દ્રનગર- વિરમગામ રાજકોટ-ઓખા વચ્ચેનું કાર્ય પૂર્ણ થઇ ગયેલ છે. જુન સુધીમાં રાજકોટ ડીવીઝનમાં ઇલેકટ્રિફીકેશનનું કામ પૂર્ણ થશે છે. ત્યારબાદ ઇલેકટ્રીક ટ્રેનો દોડતી થઇ જશે.
ડબલ ટ્રેક થવાથી મુસાફરોને થશે ફાયદા
- ટ્રેનની સ્પીડ વધારી શકાશે. મુસાફરોનો સમય બચી થશે
- પેસેન્જર ટ્રેન અને માલગાડી ટ્રેન બન્નેને ડબલ ટ્રેકથી ફાયદો થશે. ડબલ ટ્રેક થતા હવે રેલવે ટ્રેક ઉપરનું ભારણ ઘટશે.
- રેલવે ક્રોસીંગ ઓછા થઇ જશે. ટ્રેનને ક્રોસીંગમાં ઉભું રહેવું નહી પડે
- ગુડસ ટ્રેનનું પરિવર્તન ઝડપી બનશે.
સુરેન્દ્રનગર- હાપા સેકશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરતા વેસ્ટર્ન રેલવે જનરલ અશોકકુમાર મિશ્ર
પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર-હાપા સેકશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કર્યુ હતું. જેમાં રેલવે ટ્રેક, પુલો, એલ.સી. ગેઇટ, સ્ટેશન પ્લેટ ફોર્મ, સ્પીડ ગેટ, બ્રીજ સહિતના કામોનું નિરીક્ષણ કર્યુ હતું.
તથા જરુરી સુચનો સંબંધીત અધિકારીઓને કર્યા હતા. તથા રાજકોટ ખાતે ઉ5સ્થિત રહી રાજકોટ ડીવીઝન અંતર્ગત ચાલતા પ્રોજેકટ તથા રાજકોટમાં ચાલતા કામોની સમીક્ષા કરી હતી. અધિકારીઓને જરુરી સુચના કયા હતી.બેઠકમાં ડી.આર. એમ અનિલકુમાર જૈન સહીતના અધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતા.