શહેરમાં 150 ફૂટ રિંગ રોડ નજીક સરસ્વતી નગર -3માં રહેતો અને મૂળ યુપીના યુવાનને ગત કાલે ફોન પર તેની પત્ની સાથે ઝગડો થયો હતો જે વાતનું માઠું લાગી આવતા યુવાને મવડી – કણકોટ રોડ નજીક પાણીના ટાકા પાસે આવેલ લીમડાના ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતક ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ નજીક સરસ્વતી નગર -3માં રહેતો અને મૂળ યુપીનો પંકજ જયરામ ભારતી નામનો 22 વર્ષીય યુવાનને ગત કાલે ફોન પર પત્ની સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો તે વાતનું યુવાનને માઠું લાગી આવતા મવડી – કણકોટ રોડ નજીક પાણીના ટાકા પાસે આવેલ લીમડાના ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108ને જાણ કરવામાં આવી હતી 108ના તબીબે યુવકને મૃતક જાહેર કરતા તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ પ્રાથમિક તપાસમાં મૃતકના ભાઈના જણાવ્યા મુજબ પ્રકાશમાં લગ્ન પાંચ મહિના પૂર્વે થયા હતા અને તેની પત્ની યુપીમાં હતી અને તે રાજકોટ નોકરી કરવા માટે આવ્યો હતો અને તે પીઓપીનું કામ કાજ કરતો હતો ગત કાલ સાંજથી તે ઘર પરથી પોતાનું બાઈક લઈને નીકળી ગયો હતો .પ્રકાશ બે ભાઈ અને એક બેનમાં મોટો હતો. તાલુકા પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.