ચૂંટણી 2022: ચૂંટણી પ્રચારથી માંડી, શપથ ગ્રહણ સુધીની પ્રક્રિયાનું આયોજન કરી વિદ્યાર્થીઓ શાળા ચૂંટણી લડશે
ભારત એક લોક્શાહી દેશ છે. ચૂંટણી જેમાં ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. બાળકોને નાની ઉંમરથી જ ચૂંટણી તેમજ મતદાન વિષેની સાચી સમજ આપવી એ ખૂબ જ આવશ્યક છે .
જેના ભાગ રૂપે ક્રિષ્ના સ્કૂલ દ્વારા વિધાર્થીઓ વચ્ચે પાર્ટીની રચના કરી , આવેદન પત્ર ભરવા , કાર્યભાર સાંભળવો , રેલી કાઢવી, સભા ભરવી કેવી રીતે જવાબદારી સાંભળવી વગેરે જેવી કાર્યપદ્ધતિ દ્વારા ધો 6 થી 9ના વિધાર્થીઓ વચ્ચે શાળા ચૂંટણીનું આયોજન તા. 21 નવે. થી 30 નવે. સુઘી કરાયું.જેમાં આજે વિધાર્થીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા.
લોક્શાહી તંત્રમાં આજની યુવાપેઢીમાં મતદાન જાગૃતિ અતિઆવશ્યક: તૃપ્તિ ગજેરા (ક્રિષ્ના સ્કૂલ-ટ્રસ્ટી)
ક્રિષ્ના ગૃપ ઓફ સ્કૂલસના ટ્રસ્ટી તૃપ્તિ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મતદાન જાગૃતિ એ લોક્શાહી તંત્રમાં ખૂબ જ અગત્યનું પરિબળ છે. આજની યુવાપેઢી જો મતદાન પ્રત્યે જાગૃત હોય તો સમાજ માટે કાર્યશીલ બની શકે છે આ હેતુથી 11 દિવસીય કાર્યક્ર્મનું આયોજન કરાયું છે જેથી વિદ્યાર્થીઓ નાની ઉંમરથી ચૂંટણીને સમજી શકે. વધૂ માં કાર્યક્રમ વિષે માહીતી આપતા તેમણે જણાવ્યું કે શાળાના 45 બાળકોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો છે જેમાં ચૂંટણીના ડેમોનસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મળે. જેમાં 4 અલગ અલગ પાર્ટીની રચના કરાઈ છે. જેમાં ઉમેદવારો બનેલા વિદ્યાર્થિઓ શાળા માટે કેવા કેવા કાર્ય કરશે વગેરે વિશેની માહિતી રજૂ કરશે તેમજ “ભવિષ્યનું ભારત કેવું હોવું જોઈએ” તે વિશે પોતાના મત રજૂ કરશે.
મોંઘવારી હોવાથી અમે ઇલેક્ટ્રિક ગાડી, સાઇકલ અને ડ્રમ વગાડીને ફોર્મ ભર્યું:ધ્રુવ સગપરિયા (વિદ્યાર્થી)
ક્રિષ્ના સ્કૂલના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવ સગપરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેની પાર્ટીનું નામ નેપ્ચ્યુન છે. મારું ચિહન સ્કેલ છે. અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવવધારો અને મોંઘવારી હોવાથી અમે ઇલેક્ટ્રિક ગાડી, સાઇકલ અને ડ્રમ વગાડીને ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છીએ. હું જો ચૂંટાઈશ તો મારું મુખ્ય કાર્ય વિધાર્થીઓને શિષ્તમાં રાખવાનું હશે. વધૂમાં તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે ચૂંટણીમાંનેતાઓને જયારે મત જોઈતો હોય ત્યારે તેઓ સભા રચે છે અને ટિકિટ મળે ત્યારે એ પણ એના પર નિર્ભર છે કે એમણે વાયદાઓ પૂર્ણ કરવા જોઈએ.
જો હું નેતા બનીશ તો દેશમાં શિક્ષણ અને સંરક્ષણ માટે કાર્ય કરીશ: સંજના સરવૈયા
ક્રિષ્ના સ્કૂલના નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંજના સરવૈયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મર્ક્યુરી પાર્ટી માંથી છે જેનું ચિહન પુસ્તક છે. આજે શાળા ચૂંટણીનું આયોજન છે જેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું જેનું મુખ્ય કારણ છે કે એના દ્વારા શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ વચ્ચે કોમ્યુનિકેશન ખૂબ સારુ બને છે.જેનાથી ઘણા બધા ફેરફારો કરી નવા કાર્ય કરી શકાય. વઘુ માં તેમણે જણાવ્યું હતું આગળ જઈ તેમને પણ રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરવું છે તેમજ અને જો તેઓ નેતા બનશે તો દેશમાં શિક્ષણ અને સંરક્ષણ માટે કાર્ય કરશે , જેથી આપડો દેશ વધુ આગળ આવે તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય. તેમજ નેતાઓ જો ગંદુ રાજકારણ ન રમતા સારી હરીફાઈ કરે તો દેશને તેનો ફાયદો ખૂબ જ મળશે.