હિલ ટ્રેકિંગથી લઇ એર ગન શૂટિંગ સુધીની વિવિધ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ફોરસાઈટ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આર્મી અને શારીરિક કસરત વિશે માહિતગાર કરવા “બૂટકેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ બૂટકેમ્પમાં વિદ્યાર્થીઓને આર્મીના તજજ્ઞો દ્વારા આર્મી વિશે ઊંડી માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની આર્મી અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
ફોરસાઈટ એજ્યુકેશનન દ્વારા તારીખ 4 ને રવિવારના રોજ ત્રંબા પાસે આવેલા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રેનિંગ માં એક બૂટકેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. આ બુટકેમ્પથી વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા,માનસિક સતર્કતા અને સંસ્કારી ઉન્નતતા વધે તે હેતુથી તેઓને ત્યાં લઈ જવામાં આવ્યા હતા જેમાં ફોરસાઈટ એજ્યુકેશન સેન્ટરના માલિક જીનલ મહેતા,વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રેનિંગ માં સેવા નિવૃત્ત કેપ્ટન જયદેવ જોશીના નેતૃત્વમાં બે ટીમો બનાવવામાં આવી હતી જેમાં તેઓને હિલ ટ્રેકિંગ ઓબ્સટેકલ કોર્સ,એરગન શુટીંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી અને આર્મીના તજજ્ઞો દ્વારા તેમને આર્મી વિશેની ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં ટીમવર્કની ભાવના અને બીજાને મદદ કરવાની વિકસે એ રીતે તેઓને હિલ ટ્રેકિંગ કરાવવામાં આવી હતી આશરે 200 ફૂટ ઉંચા પહાડ પર વિદ્યાર્થીઓ ચડ્યા હતા અને ત્યાંથી આજુબાજુના કુદરતી સૌંદર્યને નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા સવારની ગુલાબી ઠંડીમાં તેમને કસરત કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેઓ એકબીજાની મદદ કરતા પહાડી ઉતરી કેમ્પમાં પાછા ફર્યા હતા.વિદ્યાર્થીઓની શારીરિક કસોટી કરવા તેમને ઓપ્ટિકલ કોર્સ માં લઈ જવામાં આવ્યા હતા જેમાં તેમણે ઝીગ ઝીગ,દીવાલ કૂદવા જેવી ટીમવર્ક ની પ્રવૃત્તિ કરી હતી.ઓપ્ટિકલ કોર્સ પૂર્ણ કરી વિદ્યાર્થીઓએ શૂટિંગ રેન્જમાં એર ગન દ્વારા નિશાન લગાવવામાં પોતાનો હાથ અજમાવ્યો હતો જેથી તેમની એકાગ્રતામાં વધારો થયો હતો.
વિદ્યાર્થિની અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફોરસાઈટ એજ્યુકેશન સેન્ટરના માધ્યમથી અમે અહીંયા આવ્યા છીએ.હું મારી આઇલ્સની પરીક્ષાની તૈયારી અહીં કરું છું. અહીં આવી મને એક અલગ જ આનંદ થાય છે તેમજ ભરપૂર ઉર્જા મારામાં આવી છે અને હું તણાવમુક્ત અનુભવ કરી રહી છું.
જીગર ખખરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ફોરસાઈડ એજ્યુકેશન સેન્ટર માં છેલ્લા બે મહિનાથી અભ્યાસ કરું છું મને અહીંનું શિક્ષણ ખૂબ અનુકૂળ આવે છે. તેમના દ્વારા દર વર્ષે આવી અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. રોજિંદી ભાગદોડ વાળી જીવનશૈલી માંથી થોડો પ્રકૃતિના ખોળે સમય પસાર કર્યો આજે અહીંયા આવી મને ખૂબ આનંદ થયો છે.
વિદ્યાર્થીઓમાં સદગુણોનું સિંચન થાય તે હેતુથી તેઓ અહીં આવ્યા છે : કેપ્ટન જયદેવ જોશી
ફોરસાઈટ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ આજે અહીં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનીંગમાં પ્રકૃતિના ખોળે થોડી મોજ મસ્તી કરે અને તેમનામાં શારીરિક સક્ષમતા,માનસિક સતર્કતા અને સંસ્કારી ઉન્નતતા જેવા ગુણો નું સિંચન થાય અને મોબાઈલથી તેઓ થોડો સમય દૂર રહે તેમજ માં ભોમ સાથે જોડાયેલા રહે તે હેતુથી અહીંયા આવ્યા છે. આજે એક દિવસીય આ આયોજનમાં તેમને આર્મી વિશેનું ઊંડું જ્ઞાન તેમજ હિલ ટ્રેકિંગ,ઓબ્સટેકલ કોર્સ,એર ગન શૂટિંગ વગેરે પ્રવૃત્તિઓ જેમાં તેમની આવડત તને ટીમ વર્કની ભાવના વધે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
શહેરના વ્યસ્ત જીવનથી થોડો બ્રેક લઈ અને પ્રકૃતિના ખોળે આવ્યા છીએ : નિધિ હરસોડા
ફોરસાઈટ એજ્યુકેશનના શિક્ષિકા નિધિબેન હરસોડા એ જણાવ્યું હતું કે હું ફોરસાઈટ એજ્યુકેશન સાથે પહેલા દિવસથી જોડાયેલી છું અમારી ઇન્સ્ટિટ્યૂટ વિદેશ જવા માટેની પરીક્ષાની તાલીમ આપે છે અને અમે અહીંયા આજે શહેરના વ્યસ્ત જીવનથી થોડો બ્રેક લઈ અને પ્રકૃતિના ખોળે આવ્યા છીએ.અહીંયા અમે ઘણી નવી શીખ્યા છીએ અને જ્યારે અમે અહીંથી પાછા જઈશું ત્યારે અમારામાં ફરીથી ભરપૂર એનર્જી અને જુસ્સો લઈ જસુ.
અહીં આવી તેમનામાં નવી સ્કિલ ડેવલપ થશે: જિનલ મહેતા
ફોરસાઈટ એજ્યુકેશનના માલિક જિનલ મહેતા જણાવે છે કે આ એક એવી સંસ્થા છે જે જેમાં અને બાળકોને આઇલ્સ,પી.ટી.,ટોફલ,સ્પોકન ઇંગ્લિશનું કોચિંગ આપીએ છીએ.અમારા વિદ્યાર્થીઓને અહીં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનીંગમાં લઈ આવવાનો હેતુ ખાસ તો પ્રકૃતિના ખોળે તેઓ મોબાઇલથી થોડો સમય દૂર રહે, ટીમવર્ક,બીજાને મદદ કરવી જેવા ગુણો નું સિંચન થાય તેમનામાં નવી સ્કિલ ડેવલપ થાય તે માટે અને તેઓ માનસિક રીતે સ્વસ્થ અને તળાવ મુક્ત અનુભવ કરી શકે. દર વર્ષે આવું જ એક આયોજન તમે કરતા હોય છે જેથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષામાં સારા પરિણામ લેવી શકે અને તેમનું વિદેશ જવાનું સપનું પૂરું કરી શકે.