- આજીડેમ ચોકડી નજીકનો કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મો*ત
- સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું થયું મો*ત
- પ્રિયાંશી સિંગનું નામની વિદ્યાર્થીનીનું મો*ત’
Rajkot : દિવસે દિવસે અકસ્માતના બનાવોમાં વધરો થતો જે છે, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર રાજકોટના આજીડેમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે. તેમજ માર્કેટ યાર્ડ સર્વિસ રોડ ઉપર કન્ટેનરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. માર્કેટ યાર્ડ નજીક આવેલી સ્કૂલથી વિદ્યાર્થિની ઘરે પર આવતી હતી. તે સમયે આ દુર્ઘટના બની હતી. ત્યારે અકસ્માત થતા જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મો*ત નિપજ્યું છે.
આજીડેમ ચોકડી નજીક સ્કૂલેથી છૂટીને ઘરે જતી બે છાત્રાના સ્કૂટરને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે મારતા અકસ્માત સર્જાયો હતો. તેમજ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી ધો.12ની વિદ્યાર્થિનીનું મો*ત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા શ્રીરામ પાર્કમાં રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી પ્રિયાંશી સીંગ નામની 17 વર્ષની સગીરા પોતાની નાની બહેનને સ્કૂટર પાછળ બેસાડી સંતકબીર રોડના નાલાથી આજીડેમ ચોકડી તરફ જઈ રહી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા ટ્રક ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા સ્કૂટર સવાર બન્ને સગીરા ફંગોળાઈ હતી. ત્યારે ગંભીર રીતે ઘવાયેલી બન્ને બહેનોને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલી પ્રિયાંશી સીંગે સારવાર દરમિયાન મો*ત નીપજ્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.