હાઈવે હોટલો ઉપર ગેરકાયદે હોલ્ટ કરતી ૮૬ એસટી બસોને ઝડપી લેવાઈ ડ્રાઈવરકંડકટરો પાસેથી રૂ.૨૨ હજારનાં, દંડની પણ વસુલાત કરાઈ

રાજકોટ એસ.ટી. વિભાગની અને સેન્ટ્રલ લાઈન ચેકીંગ સ્કવોડ દ્વારા હાઈવે ઉપરની જે હોટલો ઉપર હોલ્ટ હોય તેમ છતા રાજકોટ એસ.ટી. ડીવીઝનનાં જુદા જુદા હાઈવેની હોટલો ઉપર ગેરકાયદેસર હોલ્ટ કરવા સબબ કુલ ૮૮ બસોને ઝડપી લીધી છે. અને ગેર કાયદેસર હોલ્ટ કરવા સબબ ડ્રાઈવર કંડકટરો પાસેથી રૂ.૨ હજાર જેટલા દંડની વસુલાત કરી હોવાનું રાજકોટ એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકલ બસોને ૧૦૦ કી.મી. સુધીનાં હોટલો ઉપર હોલ્ટ નથી છતાં ઘણી લોકલ બસો આવી હાઈવે હોટલો ઉપર હોલ્ટ કરતા પકડાઈ છે.આ અંગેની રાજકોટ એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ લાઈન ચેકીંગ ટીમો દ્વારા ગત એપ્રીલ ૨૦૧૮થી ચાલુ માર્ચ માસ દરમ્યાન હાઈવેની જુદી જુદી હોટલો ઉપર ચેકીંગ કરવામાં આવેલ હતુ.

આ ચેકીંગ દરમ્યાન ગત એપ્રીલ ૧૮ દરમ્યાન બિન અધિકૃત હોટેલ ઉપર હોલ્ટ કરતી ૨, મે. ૧૮માં ૨, જૂન ૧૮માં ૧, જુલાઈ ૧૮માં ૮, ઓગષ્ટ ૧૮માં ૧૨ તથા સપ્ટેમ્બર ૧૮માં ૧૨, ઓકટોબર ૧૮માં ૬, નવેમ્બર ૧૮માં ૧૪, ડીસેમ્બર ૧૮માં ૧૨, તેમજ જાન્યુઆરી ૧૯માં ૮, ફેબ્રુઆરી ૧૯માં ૭ અને માર્ચ ૧૯માં ૪ બસોને બિન અધિકૃત હોટલ ઉપર હોલ્ટ કરતા ઝડપી લીધી હતી.અને આ ગેરકાયદેસર હોલ્ટ બદલ ડ્રાઈવર કંડકટરો પાસેથી રૂ.૫૦૦થી ૨૦૦૦ સુધીના મળી કુલ રૂ.૨૨ હજારનો દંડની વસુલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.