ઓપરેટીંગ કોસ્ટમાં ડ્રાઈવર ક્ધડકટરના ખર્ચ ઉપરાંત ઈંધણ, રિપેરિંગ અને મેઈન્ટેનન્સી એસ.ટી.નો બોજો વધ્યો
રાજકોટ એસ.ટી. ડિવિઝનની ૮૦૦ બસો રોજ પુરઝડપે દોડે છે. ત્યારે એસ.ટી.ની આવક તો વધે છે પણ ખોટ ઘટવાનું નામ ની લેતું. વર્ષ ૨૦૧૭-૧૮માં રાજકોટ એસ.ટી.ને ૬ કરોડ જેટલી આવક થઈ છે. જો કે સામે ૫ કરોડની ખોટ પણ થવા પામી છે. ખોટ ઘટવાનું નામ જ લેતી ની.
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમની પણ ખોટમાં દર વર્ષે સતત વધારો તો રહે છે. દિવસે ને દિવસે બસોનું પ્રમાણ વધી રહ્યું છે. મુસાફરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે એસ.ટી.ની આવક પણ વધે છે બીજીબાજુ ખોટ પણ એટલી ાય છે રાજકોટ એસ.ટી. ડિવિઝનની આવક રૂ.૬ કરોડ જેટલી વધી છે. સામે ૫ કરોડની ખોટ પણ થઈ છે.
જેમાં ઓપરેટીંગ કોસ્ટમાં ડ્રાઈવર કન્ડકટર ખર્ચ ઉપરાંત ઈંધણ, રિપેરીંગ અને મેઈન્ટેનન્સના તા ટાયર-ટયૂબ અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થય છે. તદ્ઉપરાંત સરકારે બસ પરના ચુકવવાના તા વેરાઓ, બસની ખરીદી કરવા માટે લીધેલી લોનના વ્યાજ ખર્ચ, એક્સિડન્ટ કલેઈમના કરવા પડેલા ચૂકવણાઓ અને કર્મચારીઓનું પેન્શન અને પ્રોવિડન્ટ ફંડનો ખર્ચો થાય છે જેથી ખોટ ઘટવાનું નામ લેતી નથી.
એસ.ટી.માં જેમ જેમ મુસાફરોની સંખ્યા વધી રહી છે. તેમ તેમ આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો કે સામે અન્ય એસ.ટી.ના ખર્ચાઓ અને ખાસ કરીને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૧૨ ડિઝલનો ભાવ વધવાી પણ એસ.ટી.ની ખોટ ઘટવાનું નામ લેતી નથી.
રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામકે ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રભરમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનની અન્યની સરખામણીએ વધુ નફો કરતું ડિવિઝન બન્યું છે. ખોટ પણ ઘટવાનું નામ ની લેતી જો કે આ બાબતે ચોક્કસ ધ્યાન આપવામાં આવશે અને રાજકોટ એસ.ટી.ડિવિઝનની ખોટ ઘટે તેવા પ્રયાસો હાથ ધરાશે.