સંપૂર્ણ હિન્દુ વિસ્તાર એવા રેલનગરમાં મદ્રેસા-મસ્જિદનું બાંધકામ થઇ રહ્યું હોય જેના વિરોધમાં સ્થાનીક વિવિધ સંગઠનોએ મ્યુનિસીપલ કમિશ્નરને આવેદન આપી બાંધકામ અટકાવવા રજુઆત કરી છે. માલધારી સેના, સૂર્યાસેના  એકતા એ જ લક્ષ્ય સંગઠન અને હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાએ મળી વિરોધનો સુર ઉઠાવ્યો છે.

લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે રેલનગર વિસ્તાર સંપૂર્ણ હિન્દુ વિસ્તાર છે આ વિસ્તારમાં અનય કોઇ જ્ઞાતિ છે નહી અને હિન્દુઓનો શાંત વિસ્તાર છે આ વિસ્તારમાં અમુક અન્ય જ્ઞાતિના લોકોએ અવધ પાર્ક મેઇન રોડ ઉપર રેસીડેન્સીયલ પ્લાન મંજુર કરાવેલ છે. બાંધકામ પરવાનગી થી પ્લાન પાસ કરાવેલ છે. અને આ વિસ્તારને અશાત બનાવવા મદ્રેસાના નામે મસ્જીદ ઉભુ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. અને તેના ઉપર મદ્રેસા-મસ્જીદ બનાવવાની યોજના ઘડી કાઢેલ છે. આમ હિન્દુ પરિવારની યાતનાને ઘ્યાને લઇને આ થઇ રહેલ બાંધકામ અટકાવી શાંત વિસ્તારને અતિ શાત બનાવવા માંગણી કરી છે.

વધુમાં જણાવ્યું છે કે જયાં બાંધકામ થઇ રહે છે તેની બાજુમાં આશરે ચોરસવાર 600-00 નો કોમન પ્લોટ સાથે તેમાં પણ દબાણ થઇ રહેલ છે.

હાલમાં જયાં બાંધકામ થઇ રહેલ છે ત્યાં આ કહેવાતી જ્ઞાતિના લોકો ટોળા વાળીને ઉભા રહેતા હોય છે તેમજ ત્યાંથી પસાર થતી બહેન-દિકરીઓની છેડતી કરતા હોય છે. ત્યારે જો આ બાંધકામ અટકાવવામાં નહી આવે તો ભવિષ્યમાં હિન્દુ જ્ઞાતિના લોકો શાત વિસ્તાર છોડીને જવા માડશે અને આ વિસ્તાર અશાત વિસ્તારમાં પરિવર્તીત થઇ જશે તેમ અંતમાં જણાવી બાંધકામ અટકાવવા માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.