માલધારી એકતા મંડળ દ્વારા મ્યુનિ.કમિશનરને રજૂઆત
ગુજરાત હાઇકોર્ટની આકરી ટકોર બાદ હાલ રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા મોટા પાયે રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન જ્યાં માલધારી સમાજના લોકો વસવાટ કરે છે તેવા વિસ્તારમાં તેઓના ઘર પાસેથી ઢોર પકડવાની કામગીરી બંધ કરવાની માંગણી સાથે આજે માલધારી એકતા મંડળ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે માલધારી એરિયામાંથી ઢોર પકડવાની કામગીરી તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવે તેવી માંગણી છે. હાલ એનિમલ હોસ્ટેલમાં ખૂબ જ ગંદકી છે અને વરસાદનું પાણી ભરાયેલું છે. જેના કારણે અહિ ઢોર રાખવા શક્ય નથી. આવામાં માનવતા ખાતર માલધારી વસવાટ કરતા તેવા વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી સંપૂર્ણપણે બંધ કરવી જોઇએ.