• વેલનાથપરામાં દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ: પોલીસની નિષ્ઠા સામે ઉઠતા સવાલો
  • નશાખોરો દ્વારા નિર્દોષને રંજાડ: રાહદારીઓને માર મારવાની ઘટના રોજીંદી બની

શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં દારૂના ધંધાર્થી અને રહીશો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની ઘટના રોજીંદી બની હોવા છતાં પોલીસ દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવામાં ગુનાહીત બેદરકારી દાખવા ગત રાતે બે દારૂના ધંધાર્થીઓ કરેલા પથ્થરમારાના કારણે એક પ્રૌઢ ઘવાયા હતા. અચાનક થયેલા પથ્થરમારાના કારણે નાસભાગ મચી ગઇ હતી. મોડી રાતે વેલનાથપરામાં મોટુ ટોળુ એકઠું થતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. પરંતુ બુટલેરના ડારના કારણે વેલનાથપરાના રહીશોએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

વિગતો મુજબ મોરબી રોડ પરના વેલનાથપરામાં ગઈકાલ રાત્રે નશાખોર શખ્સોએ ધમાલ કરી પથ્થરમારો કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.જ્યારે આ ધમાલમાં એક પ્રોઢ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી રોડ પરના વેલનાથપરા-2માં રહેતા સહદેવભાઇ મહેશભાઇ ગોહેલ સાંજે પોતાના ઘર નજીક હતા ત્યારે પ્રકાશ ઉર્ફે બાડો સોલંકીનો પુત્ર રાહુલ અને વિશાલ પુરપાટ ઝડપે બાઇક લઇને નીકળતાં સહદેવભાઇએ બાઇક ધીમે ચલાવવાનું કહેતા રાહુલ અને વિશાલ ઉશ્કેરાયા હતા અને માથાકૂટ કરીને ફોન કરીને પ્રકાશ સોલંકીને બોલાવતા તે છ-સાત લોકો ધસી આવ્યા હતા.હદેવભાઇને ગાળો ભાંડવા લાગ્યા હતા.  સહદેવભાઇને બચાવવા તેના પિતા મહેશભાઇ ગોહેલ વચ્ચે પડતાં પ્રકાશ સહિતનાઓએ પ્રૌઢ મહેશભાઇને ધોકા ફટકાર્યા હતા અને પથ્થર તથા ઇંટના ઘા શરૂ કર્યા હતા. હુમલામાં ઘવાયેલા મહેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, મહેશભાઇના નાના પુત્ર દિશાંતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પ્રકાશ, તેનો ભાઇ મનોજ સહિતનાઓ દેશી દારૂનો ધંધો કરે છે અને છાશવારે આ વિસ્તારમાં ધમાલ કરી લોકોને પરેશાન કરે છે, ઘટનાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સ્થળ પર દોડી ગયા હતા અને દારૂના ધંધાર્થી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.ઘટના થયાને કલાકો વીત્યા પછી પણ પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નથી જેથી લતાવાશી ઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

  • મોડીરાતે કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂએ વ્યથા સાંભળી
  • પોલીસ અને બુટલેગર વચ્ચેની સાંઠગાંઠ અંગે કર્યા આકરા પ્રહાર

DSC 0940

વેલનાથપરામાં દારૂના ધંધાર્થીઓએ પથ્થરમારો કરી બઘડાટી બોલાવતા સનસનાટી મચી ગઇ હતી. વેલનાથપરાની બનાવની જાણ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂને થતા તેઓ મોડીરાતે વેલનાથપરામાં કાર્યકરો સાથે દોડી ગયા હતા. વેલનાથપરાના રહીશોની વ્યથા સાંભળી પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠથી વેલનાથપરામાં દેશી દારૂનું વેચાણ બેરોક ટોક બન્યું હોવાની તિખી પ્રતિક્રિયા આપી હતી. પોતે જીતે કે ન જીત પરંતુ વેલનાથપરાના રહીશોને દારૂના ધંધાર્થીઓની રંજાડ અને ત્રાસથી મુક્ત કરાવવા અવાર નવાર વેલનાથપરાની મુલાકાત લેવાની ખાતરી આપી હતી. તેમજ રાજકોટની પોલીસની ગુનાહીત બેદરકારીના કારણે ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાય શકે તેવી દહેશત વ્યક્તિ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.