ગુજરાતમાં તાજેતરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી. પરિક્ષાના ડરથી આપઘાત કરવાના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આ વર્ષે આપઘાત કરવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. વિદ્યાર્થી પરિક્ષામા નાપાસ થવાના ડરથી આત્મહત્યાનું પગલું ભરી લે છે. ત્યારે આવી વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે જ્યાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી માંડા ડુંગર પાસે રહેતી વિદ્યાર્થીનીએ આપાધાત કરી લીધો હતો.
આ ઘટના માંડા ડુંગર પાસે ઓમ તિરુમાલા સોસાયટીની છે. જ્યાં ધો.10ની એક વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાનો સતત ડર સતાવતો હતો. પોતાના ઘરે પરિણામ આવે તો પૂર્વે જ પોતાના ઘરે આપઘાત કર્યો હતો.
પરિણામ આવ્યા પહેલા જ વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે તેઓ એમ સમજી બેસે છે કે આ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા છે પરંતુ એવું હોતું નથી. આ પહેલા પણ આવા બનાવ બનેલા કે વિદ્યાર્થીએ આત્મવિશ્વાસ ગુમાવીને આપઘાતનું ભર્યું હોય.
આ પહેલા પણ રાજકોટની એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
રાજકોટ શહેરમાં આ પહેલા પણ ધોરણ10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જેમાં પણ પોલીસનું પ્રાથમિક તારણ બોર્ડની પરીક્ષામાં પેપર નબળું જતાં વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હતું તે સામે આવ્યું હતું.