રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સહધર્મચારિણી, પ્રમ મહિલા સત્યાગ્રહી કસ્તુરબાની આજે પૂણ્યતિથી

kastu 5285મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તૂરબા ગાંધીએ, ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪નાં રોજ પૂનાની આગાખાન મહેલ જેલમાં, ગાંઘીજીના ખોળામાં અંતિમ શ્વાસ લીધાં હતાં. કસ્તુરબાનો જન્મ ૧૮૬૯માં પોરબંદર ખાતે યો હતો. તે સમયે નહીંવત જેવું હતું, તેથી કસ્તૂરબા નિરક્ષર રહ્યાં, પણ તેમનું ગણતર ઉચ્ચ પ્રકારનું હતું. સંસ્કારી માતા વ્રજકુંવરબેન અને પિતા ગોકુળદાસ મકનજી પાસેી ઉત્તમ જીવન-મૂલ્યો તેમને વારસામાં મળ્યાં હતા. કસ્તૂરબામાં વિવેકશકિત અને સ્વતંત્ર વિચારશકિત નાનપણી જ ખીલેલી હતી. સત્યનાં આગ્રહી પણ ખરા.

રાજકોટ વતન હોવાી કસ્તૂરબા પોતાને રાજકોટના દિકરી માનતા. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષનાં મોહનદાસ કરમચંદ ગાંધી સો ૧૪ વર્ષનાં કસ્તૂરબાનાં ૧૮૮૨માં લગ્ન યા અને રાજકોટ આવ્યા. રોડ પર આવેલ અને ક.બા. ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતા મકાનમાં કરમચંદ ગાંધીનાં વસ્તારી પરિવારનો વસવાટ. મહેમાનોી ઘર હમેંશા ભરેલું રહે. ઘરકામની સારી તાલીમ મળી હોવાી, કસ્તૂરબાએ ઘર સંભાળી લીધું.

૧૮૮૮માં વકીલાતનાં ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીજીને ઈંગ્લેન્ડ જવાનું યું. અભ્યાસ માટેનાં મોટા ખર્ચની મૂંઝવણ થઈ ને કસ્તૂરબાએ તરત જ પોતાનાં તમામ દાગીના ગાંધીજીના ચરણે ધરી દીધા. એમાંથી ૩૦૦૦ રૂપિયા ઊપજ્યાં.

૧૯૩૯માં રાજકોટ સત્યાગ્રહ વિશે જાણીને કસ્તૂરબાનું અંતર કકળી ઊઠ્યું. ગાંધીજી પાસેી રાજકોટ જવાની રજા માગી. કસ્તૂરબાની નાદુરસ્ત તબીયતને જોતા સરદાર વલ્લભભાઈ પટેલે પહેલા તો ના કહી. અંતે કસ્તૂરબાના આગ્રહને માન આપીને પોતાના પુત્રી મણિબેનને પણ સો રાજકોટ મોકલ્યાં. રાજકોટ સ્ટેટે કસ્તૂરબા સામે ત્યારે પ્રવેશબંધી ફરમાવી હતી, તેથી કસ્તૂરબા રાજકોટ જંકશને એજન્સીની હદમાં ઉતર્યા. રાજકોટવાસીઓએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું. આગળ જતા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ફતેહમહમદ ખાને કસ્તૂરબા અને મણિબેન પટેલને ગિરફતાર કર્યા અને તેઓને સણોસરા ગામમાં એક અવાવરા ઉતારામાં નજરકેદ કરવામાં આવ્યા.

થોડા દિવસ પછી કસ્તૂરબાને અલગ પાડીને ત્રંબા ગામ ખાતે ધર્મેન્દ્ર-નિવાસમાં નજરકેદ કરવામાં આવ્યા. કસ્તૂરબાની નાદુરસ્ત તબીયતને ધ્યાનમાં રાખીને મણિબેન પણ બાની સો રહેવાનો આગ્રહ રાખીને ઉપવાસ પર ઊતર્યાં. પરિણામે મણિબેન પટેલને પણ કસ્તૂરબા સો રાખવામાં આવ્યા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૯નાં રોજ ગાંધીજી રાજકોટ આવ્યા. રાષ્ટ્રીયશાળામાં તેમનો ઉતારો હતો. રાજકોટ ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહ, દિવાન વીરાવાળા અને એજન્સી રેસીડન્ટ ગિબસનને મળીનેપ્રજાનાં પ્રશ્નોનું નિરાકારણ લાવવાનો પ્રયાસ કર્યો. આખરે વ્યતિ હૃદયે, ગાંધીજીએ ૩ માર્ચનાં રોજ રાષ્ટ્રીયશાળામાં ઐતિહાસિક ઉપવાસ શરૂ કર્યા. ૧૧ ફેબ્રુઆરીી નજરકેદમાં રખાયેલાં કસ્તૂરબા અને મણિબેનને આખરે ૬ માર્ચનાં રોજ રાજકોટ સ્ટેટે છોડી મૂક્વા પડ્યા ને કસ્તૂરબા ઉપવાસી ગાંધીજીની સેવામાં લાગી ગયા. ગિબસન મારફત વાઈસરોયને ગાંધીજીએ પત્ર મોકલ્યો. વાઈસરોય તરફી સંતોષકારક સંદેશ મળતા ૭ માર્ચનાં રોજ ગાંધીજીએ પારણાં કર્યા.

૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ – પૂનાની આગાખાન મહેલ જેલ. સવારે ગાંધીજીએ કસ્તૂરબાને પૂછ્યું : ‘હું ફરવા જાઉં ?’ ત્યારે હમેંશા હા કહેનારા કસ્તૂરબાએ ના પાડી. ગાંધીજી એમની પાસે ખાટલા પર બેઠા. કસ્તૂરબા ગાંધીજીની છાતી પર પોતાનું માું ઢાળીને આંખો બંધ કરીને શાંત-ચિત્તે પડ્યાં રહ્યાં. બન્નેનાં ચહેરા પર અપૂર્વ શાંતિ અને સંતોષ નજરે પડતાં હતાં. એ દિવ્ય દ્રશ્ય જોઈને બીજાં બધાં ત્યાંથી થોડા દૂર હઠી ગયા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ કસ્તૂરબાની છેલ્લી ઘડીઓ ગણાવવા લાગી. કસ્તૂરબાનું માું હજી ગાંધીજીના ખોળામાં જ હતું. કસ્તૂરબાની સો ગાંધીજીની એ આખરી પળો અત્યંત પવિત્ર હતી. મોડી સાંજે સાત અને પાંત્રીસ વાગે ગાંધીજીના ખોળામાં કસ્તૂરબાએ અંતિમ શ્વાસ લીધાં. ત્યાં ઊભેલા એમના પુત્ર દેવદાસભાઈ ગાંધી પોકેપોકે રડવા લાગ્યા. ગાંધીજીની આંખમાંથી’ મોતી જેવાં આંસુ સરી પડ્યાં.

800px Gandhi and Kasturbhai 1902 620x400

કસ્તૂરબાનાં મૃતદેહને નવડાવીને, ગાંધીજીએ હો કાંતેલાં સૂતરની બનેલી સાડીમાં લપેટ્યાં. સૂતરની બનેલી ચૂડીઓ અને તુલસીની માળા પણ પહેરાવી. માા પર ચંદન અને કંકુનો લેપ કર્યો. કસ્તૂરબાનાં મુખ પર મંદ સ્મિત અને પરમ શાંતિ છવાયેલી હતી.

૨૩મીએ મહાદેવભાઈ દેસાઈની સમાધી પાસે જ કસ્તૂરબાનાં શરીરને ચિતા પર ગોઠવ્યા પછી ગાંધીજીએ સર્વધર્મની ર્પ્રાના કરાવી. દેવદાસભાઈએ અગ્નિદાહ આપ્યો. સાંજે ચાર વાગ્યા સુધી ગાંધીજી ચિતા પાસે જ બેસી રહ્યા. કહે : ‘બાસઠ વર્ષનાં સાીને આ ઘડીએ આવી રીતે છોડી શકું ખરો ? બા પણ એ માટે મને માફ ન કરે.’  રાત્રે ખાટલામાં સૂતા સૂતા ગાંધીજી કહેવા લાગ્યા : ‘બા વિહોણા જીવનની હું કલ્પના જ ની કરી શક્તો. હું ઈચ્છતો હતો ખરો કે બા મારા હામાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારા પછી એનું શું શે. પરંતુ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાી મારા જીવનમાં જે ખાલીપણું પેદા યું છે, તે કદી ભરાઈ શકવાનું ની.’

Kasturba-Gandhi
Kasturba-Gandhi

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.