કૃષિ યુનર્વિસટીમાં ક્લાસ-3 નોકરીની લાલચે રાજ્યભરના 35 લોકો સાથે રૂ.6 લાખની ઠગાઈ કર્યાની કબૂલાત
રાજકોટના એમ.એલ.એ ગોવિંદભાઈ પટેલના પીએ પોતાના સગાઓને આનંદ કૃષિ યુનિવર્સિટીમાં સરકારી નોકરી અપાવવાની લાલસામાં અમદાવાદ અને લાઠીના બે શખ્સોને રૂ.69 હજારની છેતરપિંડીના ગુનામાં પોલીસે બે આરોપીને અમદાવાદથી દબોચી લીધા છે. નોકરી ઇચ્છુકો સાથે છેતપીંડી કરતી ’ઠગ’ બેલડીનું રાજ્યવ્યાપી નેટવર્ક હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને આરોપીઓએ રાજ્યભરમાં 35થી વધુ લોકોને નોકરીની લાલચે રૂ. 6 લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હિતેનભાઈ મનોજભાઈ ભટ્ટીએ પોતાની ફરિયાદમાં આરોપીમાં લાઠીના સુરેષ્ણગલા અમદાવાદના નિહાર ઉર્ફે વિકી દિલીપ શાહના નામો આપ્યા હતા અને તેને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.14 ઓકટોબરના રોજ તેમને કોલ આવ્યો હતો . ટ્રુ કોલરમાં કોલરનું નામ સી.મહેશ ટુ ડેપ્યુટી કમિશનર, ગાંધીનગર લખેલું હતું. સામાવાળાએ તેને કહ્યું કે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી હું રાહુલ પટેલ બોલું છું. અમારી કૃષિ યુનિવર્સિટીમાં કલાસ-3 અધિકારીની ભરતી થઈ છે. જેમાંથી અમુક અધિકા2ી બદલી થઈ બીજે જતા રહ્યા છે. જેથી 12 જગ્યા હજું ખાલી છે. જો તમારા કોઈ સગા-સંબંધી કે મિત્રો ગ્રેજ્યુએટ હોય અને નોકરી કરવા માંગતા હોય તો તેમના બાયોડેટા મારા મેઈલ આઈડી પર મોકલી આપશો તેમ કહી પોતાનું મેઈલ આઈડી આપ્યું હતું. જેમાં નોકરી ઇચ્છુકોને વ્યક્તિદીઠ રૂ.9850 માગ્યા હતા. જેના કારણે આ બંને આરોપીઓએ રાજકોટ એમ.એલ.એ.ના પીએ સાથે કુલ રૂ.68,950ની ઠગાઇ કરી હતી.
આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ મયુર સુરેશ નાગલા અને નિહાર ઉર્ફે વિકી દિલીપ શાહ નામની ઠગ બેલડીને રાજકોટ સાયબર ક્રાઈમના પીઆઈ જી.બી.ડોડીયા, એ.એસ.આઇ. જે.કે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચુડાસમા, સંજયભાઈ ઠાકર અને મહિલા કોન્સટેબલ પૂજાબેન વાળા સહિતના સ્ટાફે અમદાવાદથી દબોચી લીધા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પૂછતાછ હાથધરી હતી જેમાં આ બંને આરોપીની ઠગાઈનું નેટવર્ક રાજ્યવ્યાપી હોવાનું ખુલ્યું હતું. બંને આરોપીઓએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ’ ઠગ ’ બેલડીએ રાજ્યભરમાંથી 35થી વધુ લોકોને શિકાર બનાવવામાં આવ્યો હતો. જ્યારે સાયબર ક્રાઈમ દ્વારા તેમના બેંક એકાઉન્ટની તપાસ કરતા રૂ.6 લાખના નાણાકીય ફ્રોડ પણ સામે આવ્યા છે.
- સાયબર ક્રાઇમનો ભોગ બનેલી મહિલાને રૂ.1.70 લાખ પોલીસે પરત અપાવ્યા
- લાઈટ બીલ બાકી હોવાના બહાને બેંક એકાઉન્ટના પાસવર્ડ ચેન્જ કરી રૂ.1.77 લાખની છેતરપિંડી આચરી’તી
રાજકોટ શહેરમાં કોમ્પ્યુટરમાં ભેજાબાજો લોકોને કોઈ પણ લોભ કે લાલસામાં છેતરપિંડી આચરતા હોવાનું સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતુ હોય છે. તેવી જ એક ફરિયાદ ફેશન ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ કૃપાલીબેન જયંતીભાઈ ધંધુકિયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોતે લાઈટ બિલ ભરવાના બહાને રૂ.1.77 લાખની રકમનો સાયબર ક્રાઇમનો શિકાર બની હોવાનું જણાવ્યું હતું.આ અંગે ફરિયાદ થતા સાયબર ક્રાઇમ પીઆઈ જી.બી.ડોડીયા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે લાઇટબીલ પૈસા બાકી હોવાનું મોબાઈલના ક્વિક સપોર્ટ એપ્લિકેન્સ ડાઉનલોડ કરાવી એસબીઆઈ એકાઉન્ટમાં પાસવર્ડ બદલી તેમના ખાતામાંથી રૂ.1.77 લાખની ઠગાઇ કરી હતી. જેમાં સાયબર ક્રાઈમના સ્ટાફે ભોગ બનનાર મહિલાના રૂ.1.70 લાખ પરત કરાવ્યા હતા.