સમગ્ર દેશમાં આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અહીં દાતાઓ અને પેઢી ધારકો ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેના ભાગરૂપે સેન્ટ્રલ એજન્સી હરકતમાં આવી છે. આજરોજ રાજકોટ ખાતે આવેલા બધા બજાર અને દાણાપીઠ વિસ્તાર માં ડ્રાયફ્રુટ નો વ્યાપાર કરટી પેઢી ઉપર જીએસટી વિભાગ દ્વારા ધરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તો નવાઈ નહીં.
ડ્રાયફ્રૂટના વેપારીઓ પર સ્ટેટ જીએસટી દ્વારા સર્ચ : મોટા પ્રમાણમા કર ચોરી પકડાઈ તેવી શક્યતા
કુલ 6 થી વધુ પેઢીઓ પર કાર્યવાહી શરૂ : અન્ય વ્યાપારીઓ પર જીએસટી વિભાગ તવાઈ બોલાવે તો નવાઈ નહી
રાજકોટના વેપારીઓને ત્યાં એસજીએસટી વિભાગે તપાસ શરૂ કરી છે. દિવાળી સમયે વેપારીઓએ બેનંબરમાં જ મોટાભાગનો સ્ટોક સગેવગે કર્યો હોવાની માહિતી સામે આવતા અધિકારીઓએ વેપારીની દુકાન અને ગોડાઉન પર પહોચ્યા હતા. હાલ તમામ સ્થળે હિસાબી ચોપડા અને સ્ટોકની ઝિવટભરી તપાસ ચાલી રીહ છે. તમારા મળતી માહિતી મુજબ આશરે 6 થી વધુ સ્થળો પર નરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
દિવાળીમાં શહેરના જાણીતી ડ્રાયફ્રુટની દુકાનો પર લાખ્ખોનું ડ્રાયફ્રુટ વેચાયુ હતુ. સૂત્રો કહે છે કે દિવાળીના તહેવારોમાં મોટાભાગના વેપારીઓએ સ્ટોક ચોપડે બતાવ્યો જ નહતો અને તેને બારોબાર વેચી દીધો હતો. શંકા ન જાય એ માટે થોડો ધંધો ચોપડે પણ બતાવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાંક વેપારીઓએ તો માલ ઊંચા ભાવે પણ વેચ્યો હતો અને ચોપડે તેનુ વેચાણ ઓછું બતાવ્યુ હતુ જેથી ટેક્સ ઓછો ભરવો પડે. રાજકોટની સાથે સુરત સહિત અન્ય શહેરમાં ડ્રાઈફ્રૂટના મોટા વેપારીઓને સાણસામાં લેવામાં આવ્યા છે. સિટીમાં કુલ 12 જગ્યાએ તપાસ ચાલી રહી હોવાનુ અધિકારીઓ કહી રહ્યા છે. બે દિવસ કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે.
દિવાળી સમયે સમગ્ર રાજ્યમાં ડ્રાયફ્રૂટની પુસ્કર ખરીદી અને માલ વેચવાનો છે પરંતુ જે માલ ચોપડે નોંધાવો જોઈએ તેના નોંધાતા અને ઘર ઓછો ભરવામાં આવતા ડ્રાયફ્રુટ ના વેપારીઓ જીએસટી વિભાગના નજરે ચડ્યા હતા અને પરિણામ સ્વરૂપે વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હાલ જે માહિતી સામે આવી રહી છે તે મુજબ રાજકોટના બજાર અને દાણાપીઠ વિસ્તારમાં ખૂબ મોટા ડ્રાયફ્રુટ ના વેપારીઓ પોતાની પેઢી ચલાવી રહ્યા છે જ્યાં હાલ સર ઓપરેશનની કામગીરી શરૂ કરાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી ખુલે તેવું પણ અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.