30 કરોડના વિકાસકામો મંજૂર કરાયા: જમીન વેચાણથી 146 કરોડની આવક

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આજરોજ મળી હતી જેમાં કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 34 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી શહેરનાં વિકાસ માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ દ્વારા 34 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગમાં ખર્ચ કરતા આવક વધી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને ટી.પી. સ્ક્રીમ અંતર્ગત વાણિજય વેંચાણ તથા રહેણાંક વેચાણના હેતુ માટે અનામત રાખવામાં આવેલ અલગ અલગ પ્લોટસનાં ઈ. ઓકશન થતા જમીન વેચાણની આવકનાં રૂ.146 કરોડ રાજકોટ મહાનગરપાલિકાને ઉપજયા છે. તથા વોર્ડ નં. 03માં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ડો. હેડગેવાર ટાઉનશીપ તથા મહર્ષિ અરવિંદ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણથી રૂ.1.94 કરોડની આવક થઈ છે.જયારે પુષ્કરધામ મેઈનરોડ પર હોકર્સ ઝોનની બાજુમાં ફુડ કોર્ટ માટે જગ્યા વાર્ષિક લીઝથી આપવા સાથોસાથ કાલવાડ રોડ પર, ચંદ્રશેખર આઝાદ ગાર્ડન પાસે આવેલ ફુડ કોર્ટનું વાર્ષિક સંચાલન કરવા માટે 32 લાખની આવક થઈ છે.

જયારે વોર્ડ નં.14માં આવેલ ગીતા મંદિર પાછળ આવેલા પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવા વોર્ડ નં.15માં આવેલ ગંજીવાડા શેરી નં. 46,54,44,42,41થી મહાકાળી ચોક, ગંજીવાડા 54થી મહકાળી ચોક અને ગંજીવાડા 33થી ગંજીવાડા 43માં મેનહોલ બનાવી હયાત ડ્રેનેજ નેટવર્કને લંબાવવાના તેમજ રીપ્લેસ કરવાનાં કામ વોડ નં.11માં જૂની ભુગર્ભ ગટર લાઈન નેટવર્ક બદલવા સહિત નવી લાઈન તથા મેનહોલ બનાવવાના કામ પાણીના શુધ્ધીકરણ માટે લિકવીડ પોલી એલ્યુમીનીયમ કલોરાઈડ ખરીદ કરતા, પાણીને જંતુમૂકત કરવા માટે લીકવીડ કલોરીનની ખરીદી કરવા વોર્ડનં.3માં મોરબી બાયપાસ રોડથી રૂડા આર.એમ.સી. બાઉન્ડ્રી સુધી એઈમ્સ હોસ્પિટલ કનેકટીંગ 30 મીટર ડી.પી. રોડ બનાવવા રેસકોર્ષ સંકુલમાં લોકમેળા મેદાનમાં વરસાદી પાણીની કલેકટીવ ચેનલ બનાવવા, વોર્ડ 3માં પરસાણાનગર વોકલા પર જુદી જુદી જગ્યાએ જુના કલવર્ટ દૂર કરી નવા આર.સી.સી. બોક્ષ કલવર્ટ બનાવવા સહિતના કામો જેમાં રોડ રસ્તાના કામોને 8.88 કરોડ, કેમીકલ્સ ખરીદી માટે 98.5 લાખ, ડ્રેનેજ કામો માટે 17.69 કરોડ, હોકર્સ ઝોન માટે 55 લાખ, ડ્રેનેજ સફાઈ માટે સેફટી સાધનો માટે 53, લાખ, કંપાઉન્ડવોલ તથા પેવીંગ બ્લોક માટે 82 લાખ, વરસાદી પાણી માટે કલેકટીવ ચેનલ માટે 14 લાખ, બોકસકલવર્ટ માટે 3.36 કરોડ તથા તબીબી સહાય માટે 9.45 લાખ સહિત કુલ 29.72 કરોડના ખર્ચને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા બહાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.