• અલગ-અલગ સ્થળોએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાનો સિલસિલો આગળ ધપાવતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકર

Rajkot: મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા એક નવો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ખડી સમિતિની બેઠક સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવાના બદલે શહેરના અલગ-અલગ જોવા લાયક સ્થળોએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાનો નવો સિલસિલો શરૂ કર્યો છે. જેને વધુ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. આવતા સપ્તાહે સ્માર્ટ સિટી સ્થિત અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાની વિચારણા ચાલી રહી છે.

અગાઉ એક વખત રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેના કારણે એક નવો જ કિર્તીમાન બન્યો છે. સામાન્ય રીતે વર્ષોથી વણલખી પરંપરા મુજબ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમ ખાતે જ બેઠક યોજાતી હતી. આ સિલસિલો યુવા ચેરમેન જયમીન ઠાકરે તોડ્યો છે. તેઓ દ્વારા અલગ-અલગ સ્થળોએ ખડી સમિતિની બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના સંદર્ભે પ્રથમવાર રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ખડી સમિતિની બેઠક ફરી કોન્ફરન્સ રૂમમાં જ યોજાઇ રહી છે. આ સિલસિલાને ફરી એક વખત ચેરમેન આગળ ધપાવ્યો છે. જયમીનભાઇ ઠાકરે આજે એવા નિર્દેશ આપ્યા હતા કે આગામી 15મી ઓગસ્ટ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે. જે સ્માર્ટ સિટી સ્થિત અટલ સરોવર ખાતે યોજવાની વિચારણા હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં એજન્ડા પ્રસિધ્ધ કરી સ્થળની ઘોષણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.