જન્માષ્ટમીના તહેવાર દરમીયાન બહારગામ જવા યાત્રીકોનો ઘસારો વધુ જોવા મળે છે. જેને ઘ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા મુસાફરોના ટ્રાફીકને પહોંચી વળવા ૫૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવીને રાજકોટ એસ.ટી. ડીવીઝને પોતાની આવકમાં પણ વધારો કર્યો છે.ગત વર્ષે રાજકોટ એસ.ટી. ડીવીઝનની કુલ આવક ૧ કરોડ ૯૪ લાખ જેટલી હતી. જે વધીને આ વર્ષે ર કરોડ ૬ લાખ સુધીની થઇ હતી. એકદરે ગત વર્ષની સરખામણીએ ૧ર લાખ ની વધુ આવક રાજકોટ એસ.ટી. ડીવીઝનને થવા પામી છે.રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમી તહેવાર નીમીતે રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા વધારાની કુલ ૫૮ બસો દોડાવામાં આવી હતી. જેમાં અમદાવાદની રર, જામનગર ૧૪, મોરબી ૧૨, જુનાગઢ ૭, બરોડા ૧, ઉના ૧ અને ભાવનગર ૧ સહીત ૫૮ વધારાની બસો મુસાફરોના ટ્રાફીકને પહોંચી વળવા માટે દોડાવામાં આવી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વધારાની એકસ્ટ્રા બસો દોડાવાની સાતમ આઠમના પાંચ દિવસ દરમિયાન કુલ ૬ લાખ રર હજારની એકસ્ટ્રા આવક રાજકોટ ડીવીઝનને થઇ જેમાં છઠ્ઠના દિવસે ૮૦ હજાર, સાતમ પર ૬૬ હજાર, આઠમ ૬૨ હજાર, નોમ ૬૧ હજાર, તેમજ દશમના દિવસે વધારાની ૩ લાખની આવક ઉપજી હતી. પાંચ દિવસની કુલ આવક ર કરોડ ૬ લાખ જેટલી થઇ હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણી પ્રમાણે આ વર્ષે એકસ્ટ્રા આવકમાં ૧ લાખ ૮૭ હજારનો વધારો થયો છે. તેમજ કુલ આવકમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં એસ.ટી. ડિવીઝન રાજકોટની દૈનિક આવક ૪૦ થી ૪પ લાખની આસપાસ રહે છે. તહેવારોમાં મુસાફરોના ટ્રાફીક વધતા દૈનિક આવકમાં પણ ૫૦ થી ૫૫ લાખનો આવક વધવા પામી હતી.તહેવારો દરમીયાન ઓનલાઇન બુકીંગ કરાવનારા મુસાફરોની સંખ્યા પણ વધી હતી. વધારાની બસો દોડાવાતા મુસાફરોને સરળ સુવિધા મળી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….