- બાકીદારોને વધુ 27 મિલકતોને ટાંચમાં લેતું કોર્પોરેશન
રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી દરમિયાન શહેરના વોર્ડ નં.7માં ઢેબર રોડ પર એસ.ટી. બસ પોર્ટમાં ત્રણ મિલકતો સહિત બાકીદારોની વધુ 30 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.
જ્યારે 27 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. બપોર સુધીમાં વેરા પેટે રૂ.1.80 કરોડની આવક થઇ છે. આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત રૈયા રોડ, ગાંધીગ્રામ, 150 ફૂટ રીંગ રોડ, લોહાણાપરા, ભોલા આર્કેડ, રઘુવંશી મેટલ, સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્સ, કુવાડવા રોડ, મોરબી રોડ, સંતકબીર રોડ, આશાપુરા મેઇન રોડ, વીરમાયા પ્લોટ, ઢેબર રોડ, કે.સી. બિલ્ડીંગ, તિરૂપતિનગર, મવડી રોડ, માધવ પાર્ક, વાવડી વિસ્તાર, મધુરમ ઔદ્યોગીક વિસ્તાર, આનંદ નગર, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં બાકીદારોની 30 મિલકતો સીલ કરવામાં આવી છે.