• રાજકોટ ડિવિઝન દ્વારા 30 થી 35 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ:દૈનિક 2,608 ટ્રીપનુ સંચાલન

રાજકોટ  એસટી બસ સ્ટેશનો ઉપર મુસાફરોની છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ મળી રહી છે ઉનાળાનું વેકેશન એસ.ટી વિભાગને ફળિયું છે.

વેકેશનની આ સિઝનના પગલે ખાસ કરીને એસટી નિગમને ખુબ જ સારી આવક જોવા મળી રહે છે  એસટી નિગમની તથા જુદા જુદા ડિવીઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે. સાથોસાથ વેકેશન  એસટી નિગમની દૈનિક ટ્રીપોમાં પણ બેવડો વધારો થઇ ગયો છે.

વેકેશન લઈને રાજ્યભરમાં બે હજારથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા બસોનું સંચાલન પણ શરુ કરી દેવામાં આવેલ છે.

રાજકોટ એસટી બસ પોર્ટ ઉપર છેલ્લા એક સપ્તાહથી મુસાફરોની ભારે ભીડ નજરે પડવા લાગી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એસટી વિભાગે વેકેશન ને લઈ હાલમાં 30 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરુ કર્યું છે.

હાલ વેકેશનનો સમય ગાળો ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટથી અમદાવાદ, જસદણથી દ્વારકા, સુરેન્દ્રનગરથી મહુવા, મોરબીથી અમદાવાદ અને કચ્છ તથા સોમનાથ તરફ બસો દોડાવવામાં આવી રહી છે. આ રીતે રાજકોટ ડિવિઝન દ્વારા 30 થી 35 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરવામા આવી છે.  રાજકોટ એસટી વિભાગમાં હવે એક પણ ઓવરએજ એટલે કે 8 લાખથી વધુ કિલોમીટર ચાલેલી બસ નથી.

જરૂર પડશે હજુ વધારે  બસ ફાળવવામાં આવશે : જે.બી કલોતરા

અબતક સાથેની વાતચીતમાં રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી કલોતરા એ જણાવ્યું હતું કે રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરમાં દૈનિક 515 શેડ્યુલની 2,608 ટ્રીપ દોડી રહી છે. વેકેશનમાં એક્સ્ટ્રા 40 બસ મૂકવામાં આવી છે. જેથી દૈનિક આવક રૂ.60 લાખથી વધી રૂ.70 લાખ થઈ ગઈ છે.    એસટી બસમાં અપાતી સુવિધા મામલે મુસાફરોને પુછવામાં આવતા જાણવા મળ્યું કે, એસટીની વોલ્વો અને ઈલેક્ટ્રીક એસી બસ સમયસર ઉપડે છે, પરંતુ સાદી બસ ઘણી વખત સમયસર હોતી નથી.

જ્યારે આરામદાયક મુસાફરી માટે બસો વધારવી જોઈએ તેવી માંગણી મુકવામાં આવી હતી. ઉપરાંત એસટી બસમાં સલામતી હોવાથી મુસાફરોની પહેલી પસંદગી બની છે. અકસ્માત સમયે તુરંત નવી બસ મળતા મુસાફરોને કોઈ મુશ્કેલી પડતી નથી.કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગની હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં એસટી વિભાગ દ્વારા 515 શેડ્યુલનુ સંચાલન કરવામાં આવે છે. હાલ વેકેશનના કારણે આ બસોમાં એડવાન્સ બૂકિંગ હાઉસફૂલ થવા આવ્યું છે.

રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો દૈનિક 2,608 ટ્રીપનુ સંચાલન કરવામાં આવે છે અને દરરોજ ત્રણેય જિલ્લામાં એસટી બસ 2 લાખ કિલોમીટર ચાલે છે. રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક અગાઉ રૂ.60 લાખ હતી. જેમાં વધારો થયો છે અને હવે વેકેશનના સમયગાળાને કારણે એસટી બસ દ્વારા જે બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવે છે તેના થકી આ દૈનિક આવક વધીને રૂ.70થી 72 લાખ જેટલી થઈ ગઈ છે. આ રીતે દૈનિક આવકમાં રૂ.10થી 12 લાખનો વધારો થયો છે.જરૂર પડે તો નવી બસ ફાળવવામાં આવે છે’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.