જગદંબાની મહાઆરતી તેમજ અર્વાચીન ગરબાઓ સાથે બોલશે રમઝટ
સમસ્ત સોની સેના રાજકોટ દ્વારા સોની સમાજ ઓપન ગુજરાત રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવેતા આયોજકોએ વેલકમ નવરાત્રી-2022 અંગે વિગતવાર માહીતી આપી હતી. તેમજ મુખ્ય આગેવાનોનું સન્માન તથા મહાઆરતીનું આયોજન કરેલ છે. તેમજ અર્વાચીન રુપે રાસ-ગરબા રમવા તમામ બાળકો બાળાઓ તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
વેલકમ નવરાત્રી તા. 25-9 થી રવિવારના રોજ સાંજૈ 6 થી11 કલાક સુધી સુરભી ગ્રાઉન્ડ ફનવર્લ્ડની બાજુમાં રાખેલ છે. નવરાત્રીમાં ‘માં’ ની શકિતના ગુનગાન તો ગવાય જ અને તેમાં આપણા સમસ્ત જ્ઞાતીજનો, બાળકો-બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો મ્યુઝીક ના સંગાથે તાલીઓના તાલે અને ઝાંઝરના ઝણકારે પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ સાથે માંની પ્રસન્નતાને લાખ લાખ ફુલડે વધાવતો આવો અવસર પધારવા અનુરોધ કરેલ છે.
પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ બાળકો બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો બન્ને ગ્રુપમાંથી કરવામ)ં આવશે અને તેને લાખેણા ઇનામોથી નવાજમાં આવશે. તેમજ ગરબા, આરતી, દાંડીયા ડેકોરેશન સ્પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે. તેમને ઇનામ આપવામાં આવશે. તો આવો આપ સર્વેના હુંફાળા સહકારથી સમસ્ત સોની સેના ના આયોજક કેતનભાઇ પાટડીયા, રવિકાન્તભાઇ વાગડીયા, રવિભાઇ પાલા, દેવાંશભાઇ પટ્ટણી, શૈલેષભાઇ પાટડીયા, ગૌરવભાઇ રાધનપરા, વિરેનભાઇ બારભાયા, મનીશભાઇ પાટડીયા, સંજયભાઇ આડેસરા, અમીતભાઇ પાટડીયા, અશ્ર્વિનભાઇ રાણપરા, સંજયભાઇ રાજપરા, સુનીલભાઇ બારભાયા, પ્રદીપભાઇ પાટડીયા, સંજયભાઇ માંડલીયા, ધૈર્યભાઇ પારેખ, વિજયભાઇ પાટડીયા, મેહુલભાઇ ભગત, વિવેકભાઇ બારભાયા, યશભાઇ અખેણીયા, દ્વારા આયોજીત આ રાસ ગરબા તેમજ સ્પર્ધા માં સર્વે સોની જ્ઞાતિજનો હોશે હોશે જોડાયે તેમજ સમસ્ત સોની સમાજને અમારુ ભાવભર્યુ આમંત્રણ પાઠવીએ છીએ.
પાસ મેળવવા માટે ગણેશ જવેલર્સ, રામ ઔર શ્યામ ગોલા પાસે, પેલેસ રોડ, મો. નં. 98255 97686, ક્રિષ્ના િ–પ્રન્ટર્સ, સાંકડી શેરી, સોની બજાર, મો. નં. 93759 77631 ઉપર સંપર્ક કરવાનો રહેશે.