મેયર ડો. પ્રદિપ ડવે સાયક્લો થોનમાં ભાગ લીધો
નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા આજથી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સ્પોર્ટ્સ કાર્નિવલમાં શહેરીજનો માટે અલગ અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે આજે સવારે 06:30 કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટ રેન્ડોનર્સનાં સહયોગથી સાયક્લોથોન ઇવેન્ટ યોજાઈ હતી. જેનો મેયર ડો. પ્રદિપ ડવએ ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ સાયકાલોથોન માટે કુલ 650થી વધુ શહેરીજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે વહેલી સવારે આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે જોડાયા હતા.
ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં શહેરીજનો માટે અલગ અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એ.આર.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.