- રાજકોટ લોકમેળાના અનુસંધાને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્વારા પત્રકાર પરિષદમાં અપાઇ માહિતી
- SOP મુજબ અરજી કરવાની રહેશે NOC આવ્યા બાદ CP ઓફિસ થી મંજુરી મળશે
- લોકમેળાની એક પણ અરજી આવી નથી ચાર પ્રાઇવેટ મેળાની અરજી આવી છે
- આવતી કાલે ઓફિસ ખુલી રહેશે NOC આપવા પાત્ર હશે તો જ NOC આપશે
- પેપર વર્ક નહિ હોય તો મંજુરી આપવામાં નહિ આવે નિયમમાં કોઈ પણ બાંધ છોડ નહિ આવે
રાજકોટમાં લોકમેળામાં રાઇડ્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે રાજકોટ પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે મેળામાં રાઇડ્સ માટે ફરજીયાતપણે તેના નિયમોનું પાલન કરવાનું રહેશે. મેળામાં ગેમ ઝોન અને રાઇડ્સ માટે ખાસ SOP બનાવવામાં આવી છે.
લોકમેળાને લઈને તેનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે સરકારની SOP મુજબ લોકમેળામાં રાઇડસમાં પાલન થયું હશે અને ટેકનિકલ કમિટી દ્વારા NOC આપવામાં આવી હશે તો જ પોલીસ ઓથોરિટી પરવાનગી આપશે અને તે પહેલા રાઈડસ ચાલુ થઈ શકશે નહીં. તેના માટે અલગ અલગ વિભાગને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અરજીઓ માટે પોલીસ વિભાગ 24 કલાક ખુલ્લો રહેશે. આ નિયમોમાં કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહિ.