કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય
રાજકોટમાં કોરોના સંક્રમણે કાળો કેર વર્તાવ્યો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે રાજકોટ સોની બજારના વેપારીઓએ આગામી તા.૧૨ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન સોની બજાર બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લીધો છે.
શહેરમાં હાલ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય તે અનુસંધાને રાજકોટ સોની બજારના વેપારીઓએ લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન મુજબ તા.૧૨ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન સોની બજાર બંધ રહેવા પામશે.
સોના-ચાંદીના ભાવો આસમાને ગયા છે અને મંદીનો માહોલ હોય આ સમયમાં બજાર અગાઉથી જ સુમસામ ભાસી રહી છે. ત્યારે સતર્કતાના ભાગરૂપે સોની બજારના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે.