એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધીના રોડ-શોમાં લાખોની મેદની ઉમટી પડશે: તમામ સર્કલ્સને શણગારાશે સરકારી અને જાહેર બીલ્ડીંગો પર લાઇટીંગનો નજારો: આયોજનની સમીક્ષા કરતા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાધાણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 19મી ઓકટોબરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે લોકલાડીલા પ્રધાન મંત્રી વૈશ્ર્વિક લીડરને ઉમળકાભેર આવકારવા રાજકોટવાસીઓમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પી.એમ.ના આગળનો વધાવવા રાજકોટ દુલ્હનની માફકત સોળે શણગાર સજશે એરપોર્ટથી લઇ રેસકોર્સના સભા સ્થળ સુધીના વડાપ્રધાનના ટૂંકા રોડ-શોમાં પણ લાખો લોકો ઉત્સાહ ભેર જોડાશે શહેરના તમામ સર્કલો, સરકારી બિલ્ડીંગોને શણગારવામાં આવશે. વડાપ્રધાનની રાજકોટ મુલાકાત સંદર્ભે બેઠકોનો ધમધમાટ શરુ થઇ ગયો છે. આજથી મેયર બંગલા ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠકો યોજાશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન હવે ગમે ત્યારે કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માદરે વતન ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. ગઇકાલે પીએમનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થયો છે. દરમિયાન આગામી 19 અને ર0મી ઓકટોબરના રોજ વડાપ્રધાન ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 19મી ના રોજ રાજકોટની મુલાકાત દરયિમાન તેઓ રોડ-શો યોજાશે. અને પપ00 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે સાથો સાથ રેસકોર્સ ખાતે જંગી જાહેરસભાને સંબોધશે. જેમાં અંદાજે દોઢ લાખથી વધુની મેદની એકત્રીત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વડાપ્રધાનની રાજકોટની મુલાકાતને લઇ ભાજપ દ્વારા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકલાડીલા નેતાને ઉમળકાભેર આવકારવા રાજકોટ દુલ્હનની માફક સોળે શણગાર સજર્શે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 19 ઓકટોબરની સંભવિત રાજકોટ મુલાકાતના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા પ્રભારી તથા રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તથા મેયર પ્રદીપભાઈ ડવએ પુષ્પગુચ્છ આપી મંત્રી વાઘાણીને આવકાર્યા હતા. કલેકટરએ સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, સેનીટેશન, સફાઈ, સભાસ્થળે પાર્કિંગ તથા વાહનવ્યવહારની વ્યવસ્થા, વડાપ્રધાનના આગમન સમયે યોજાનાર રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહેનારા શાળા-કોલેજના છાત્રો, વિવિધ જ્ઞાતિઓ તથા ઉદ્યોગો વગેરેના મંડળો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે બાબતોનું બારીકાઈથી તથા ચુસ્તતાથી આયોજન કરવા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
મંત્રી વાઘાણીએ નવીનતાસભર કાર્યક્રમો યોજવા તથા સમગ્ર કાર્યક્રમને રસપ્રચૂર બનાવવા પર ભાર મૂક્યો હતો.
શહેરના તમામ સર્કલ્સને રોશનીથી શણગારવા, સરકારી તથા જાહેર બિલ્ડિંગમાં લાઈટિંગ કરવા, મુખ્ય જગ્યાઓએ બેનર પ્રદર્શિત કરવા તથા અન્ય આકર્ષક બાબતો ઉમેરી શહેરીજનોમાં વડાપ્રધાનની ઉપસ્થિતિ પ્રત્યે ઉત્સુકતા ઊભી કરવા મંત્રી વાઘાણીએ હિમાયત કરી હતી.
આ બેઠક સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે. બી. ઠક્કર, નાયબ મ્યુનિ. કમિશ્નર આશિષકુમાર તથા ચેતન નંદાણી, જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા તથા અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
- કેવડીયામાં 19 – ર0 ઓકટો. ભારતના રાજદુતોની કોન્ફરન્સ યોજાશે
- સંયુકતન રાષ્ટ્ર સંઘના સેક્રેટરી ખાસ ઉ5સ્થિત રહેશે: ર0મીએ વડાપ્રધાન પર્યાવરણના મહત્વના પ્રોજેકટોનું આરંભ કરાવશે
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આગામી 19 અને ર0 ઓકટોબરના રોજ ગુજરાતના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટીના સાનિઘ્યમાં ભારતના તમામ રાજદુતોની એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાશે. જેમાં યુનોના સેક્રેટરી ખાસ ઉ5સ્થિત રહેશે.
કેવડીયા ખાતે 19મી ઓકટોબરના રોજ ભારતના રાજદુતોની બે દિવસીય કોન્ફરન્સનો આરંભ થશે જેનું આયોજન ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ કોન્ફસરન્સમાં ભારતના રાજદુતો સામેલ થશે સાથો સાથ સંયુકત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલ પણ ખાસ ઉપસ્થિત રહેશે રાજદુતોની કોન્ફરન્સના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાજરી આપશે અને પર્યાવરણને લગતા એક મહત્વના પ્રોજેકટનો પણ આરંભ કરાવશે બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે 31મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિને એકતા દિવસ નીમીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક મોટો કાર્યક્રમ યોજવાનો છે. જેમાં પણ વડાપ્રધાન ઉપરાંત સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રી સામેલ થાય તેવી સંભાવના છે.