Rajkot:શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસે જંગલેશ્વરમાં ગાંજાનુ મોટા પ્રમાણમાં વેચાણ થતુ હોવાની માહીતીને આધારે SOG એ દરોડો પાડી 2 મકાનમાંથી રૂપિયા 5.18 લાખના ગાંજા સાથે બે નામચીન શખ્સને ઝડપી લીધા છે. તેને બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડયો હતો. તેમજ છેલ્લા 6 મહિનાથી માદક પદાર્થનું બન્ને શખ્સ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. PI એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે SOG એ છેલ્લા 24 કલાકમાં બે સ્થળેથી મોટી માત્રામાં ગાંજો અને એક સ્થળેથી વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસ સુત્રોના છેલ્લા કેટલાક સમયથી જંગલેશ્વરમાં ગાંજાનુ વેચાણ થતુ હોવાની માહીતીને આધારે પીઆઇ જાડેજા, PSI હરીયાણી અને હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલા સહીતના સ્ટાફે જંગલેશ્વરમાં દરોડા પાડતા રફીક યુસફ જુણેજા અને અસલમ ગુડ્ડુ શેખના મકાનમાંથી રૂપિયા 5.18 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે બન્નેને પકડીને પૂછપરછ કરી કે આ ગાંજો ક્યાથી લાવ્યા છો અને કોને ડીલવરી કરવાના છો. તેમજ આ ગાંજાના જથ્થામાં વધુ કોણ કોણ શખસો છે. તેમજ આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ગાંજાનો જથ્થો તેમજ 5600 ની રોકડ, વજનકાંટો, સહીત રૂ.5.29 લાખની મતા કબજે કરવામાં આવી છે.
રાજકોટમાં ગાંજા ઉપરાંત MD સહિતના ડ્રગ્સનું વેચાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. ત્યારે પોલીસ કમિશર બ્રિજેશ કુમાર ઝાએ થોડા સમય પહેલા જ SOG સહિતની બ્રાન્ચમાં અધિકારીઓની ફેરબદલીઓ કરી હતી, ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા સૂચના આપી હતી અને તેના ભાગરૂપે જ SOGની ટીમે માદક પદાર્થો વેચતા શખ્સો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ માત્ર 24 કલાકમાં જ બે સ્થળેથી ગાંજાનો જથ્થો ઝડપી પડ્યો હતો. તેમજ કુખ્યાત શખ્સો પણ હાથમાં આવ્યા છે અને કેટલાકના નામ પોલીસને મળ્યા છે.
ભારતીનગરમાંથી 2 કિલો ગાંજો પકડાયો
ગાંધીગ્રામ નજીક ભારતીનગરમાં રહેતો નામચીન રણજિત માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની માહિતીને આધારે SOG ની ટીમે મકાનમાં દરોડો પાડી 2 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ તેની ધરપકડ કરી હતી. આ સાથે જ તેમની પાસેથી 20 હજારની કિંમતનો ગાંજો અને મોબાઇલ સહિતની મતા કબજે કરી હતી. PSI માજીરાણા, હાર્દિકસિંહ સહિતના સ્ટાફે ભારતીનગરમાં દરોડો પાડયા હતા. ત્યારે ત્યાં તપાસ કરતા મકાનમાંથી રૂપિયા 20,880ની કિંમતનો 2.088 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રણજિત નારૂભા રત્નુની અટકાયત કરી તેની પૂછતાછ કરી હતી. ત્યારે પોલીસની પૂછતાછમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો રણજિત દોઢેક વર્ષથી સુરત પાસેથી ગાંજો લાવી વેચતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
વિદેશી સિગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો
શહેરમાં કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે ડ્રીમ પોઇન્ટ નામની સિગારેટનું વેચાણ થતું હોવાની માહિતીને આધારે SOGની ટીમે દરોડો પાડતા રૂપિયા 20 હજારની કિંમતના 43 સિગારેટના બોક્સ મળી આવતા પોલીસે વેપારી એવરેસ્ટ પાર્કમાં રહેતા પ્રકાશ ઉર્ફે શાહરુખ નારાયણદાસ કેસરિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.