મકાનમાં રિનોવેશન કામ ચાલતું હતું ત્યારે તસ્કરો હાથફેરો કરી ગયા : ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
રાજકોટમાં વી.વી.આઇ.પીઓના અને તહેવારના માહોલમાં પોલીસ વ્યસ્ત રહેલી હતી તેનો ફાયદો ઉઠાવતા તસ્કરો બેફામ બન્યા હતા. અને તસ્કરોએ રાજકોટના પુર્વ મેયરના મકાનને નિશાનો બનાવી તેમના ધરમાંથી રૂ.19 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયાની જાણકારી મળતાં ગાંધીગામ પોલીસે કાર્યવાહી હાથધરી છે. મકાનનુ રિનોવેશન કામ ચાલતુ હોય તે દરમ્યાન ખુલ્લા મકાનમાંથી હાથફેરો થયાનુ બહાર આવતા પોલીસે ગુનો નોંધી કેટલાક શકદારોની પુછતાછ શરૂ કરી છે.
માહિતી મુજબ રૈયારોડ પર શિવાજી પાર્કમાં રહેતા પુર્વ મૈયરના પુત્ર મોહીતભાઈ ગોવિંદભાઈ સોલંકીએ ફરીયાદ નોંધાવી હતી જેમા તે તેના પરીવાર સાથે રહેતા હોય અને રીયલ એસ્ટેટનો ધંધો કરતા હોવાનુ તેમજ ત્રણેક માસથી તેના મકાનનું રિનોવેશન કામ ચાલતુ હોય પાડોશમાં તેના અન્ય મકાનમાં રહેતા અને તેના પિતા હાજર રહેતા હોય મકાનમાં કામ ચાલુ હોય જેથી કોન્ટ્રાકટર અને શ્રમીકીની મકાનમાં અવર-જવર રહેતી હોય મકાનમાં ગ્રાઉન્ડ ફલોરમાં માતા પિતાનો રૂમ હોય તેમજ રસોડામાં અને પહેલા માળે બારીની ગીલ ફાય નાખી હોય ફળીયામાંથી ઉપરના માળે જવા માટે લોખંડની સૌડી હોય જે માંથી ઘેર અંદર અને બહાર જઈ શકાતુ હોય તા.22ના રોજ સવારે તેની માતા ભગવતીબેન પોતાના દાગીના લાકડાના કટમાંથી કાઢીને પહેરેલ હતા અને ત્યાર બાદ પરત કબાટમાં રાખી કબાટને લોક કર્યો હતો.
દરમ્યાન તા.27 ના રોજ સવારે દાગીના કાઢવા માટે રૂમમાં ગયા ત્યારે કબાટનો લોક તુટેલો જોવા મળતા તેને તપાસ કરતા તેને કાપડની પોટલીમાં રાખેલા સોનાના દાગીના જોવા ન મળતા તેને પુત્ર મોહીતભાઈને જાણ કરતા તે તત્કાલ ઘેર આવી અને પિતાને જાણ કરી હતી તપાસ કરતા તસ્કરો સોનાનુ મંગલ સુત્ર,ચેઈન,મોતીનો હાર, વીંટી, બંગડીઓ,નાકમાં પહેરવાની વળી,હીરાની બુટી,કાનમાં પહેરવાના ઝુમર પેન્ડરલ સેટ,સહીતના કુલ રૂ.19 લાખની કિંમતના દાગીનાની ચોરી થયાની ફરીયાદ કરતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.