કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દેશના ૩૦ સ્માર્ટસિટીમાં રાજકોટનો ત્રીજો નંબર: વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માનતા મેયર સહિતના પદાધિકારીઓ વિકાસ વેગવંતો બનશે: ત્રણ વર્ષમાં સ્માર્ટસીટી માટે ૧૦૦૦ કરોડ ખર્ચાશે

હમ હારતે નહીં જીતતે હૈ યા શીખતે હૈ: મેયરનો સાયરાના અંદાજ

રાજકોટને સ્માર્ટસીટી જાહેર કરવામાં આવતા શહેરના પ્રથમ નાગરિક ડો.જૈમનભાઈ ઉપાધ્યાયનો આનંદનો કોઈ પાર રહ્યો નથી. તેઓએ આજે સાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે, ‘હમ ભાજપ વાલે કભી હારતે નહીં, જીતતે હૈ યા શીખતે હૈ’ સ્માર્ટસીટીમાં અગાઉ બે વખત પસંદગી ન થવા છતાં હિમ્મત હાર્યા વિના મહાપાલિકાએ ‚ા.૨૬૨૩ કરોડનો સ્માર્ટસીટીનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. આજે ત્રીજા રાઉન્ડમાં રાજકોટને સ્માર્ટસીટી જાહેર કરવામાં આવ્યું છે. આ માટે તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો આભાર માન્યો હતો.

સ્માર્ટસિટી હોય કે સ્વચ્છતા રેન્કિંગ ગુજરાતનો દબદબો

ગુજરાતની પ્રગતિ અને વિકાસની નોંધ ભારતના તમામ રાજયો લઈ રહ્યા છે. સ્માર્ટ સીટી હોય કે સ્વચ્છતા રેન્કિંગ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. દેશના ૧૦૦ સ્માર્ટસીટીમાં રાજયના ૬ શહેરનો સમાવેશ થયો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ છે. આજે જાહેર કરાયેલા ૩૦ શહેરોમાં રાજકોટનો ત્રીજો ક્રમાંક ગાંધીનગરનો ૯મો ક્રમાંક અને દાહોદનો ૨૨મો ક્રમાંક આપવામાં આવ્યો છે. સ્વચ્છતા રેન્કિંગમાં પણ ૫૦માં ગુજરાતના ૧૨ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

રાજકોટ, ગાંધીનગર અને દાહોદને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આજે ત્રીજા રાઉન્ડમાં દેશના ૩૦ શહેરોનો સ્માર્ટસીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના રાજકોટ, ગાંધીનગર અને દાહોદ શહેરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ સ્માર્ટસીટી જાહેર કરાયેલા ત્રણેય શહેરોના પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ કેન્દ્ર સરકારનો આભાર પણ વ્યકત કર્યો હતો.

IMG 20170623 WA0012કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આજે દેશના ૪૮ શહેરોમાંથી ૩૦ સ્માર્ટસીટીના નામની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ બે રાઉન્ડમાં નિષ્ફળ રહ્યા બાદ રાજકોટ શહેરનો ત્રીજા રાઉન્ડમાં ટન લાગી ગયો છે. રાજકોટને સ્માર્ટસીટી તરીકે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. સ્માર્ટ વિકાસ માટે રાજકોટને ત્રણ વર્ષમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ૭૫૦ કરોડ ‚પિયાની ફાળવણી કરવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટસીટી બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરનો સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા બે રાઉન્ડમાં સ્માર્ટ શહેરોના નામની ઘોષણા કરી દેવામાં આવી હતી. આજે ત્રીજા રાઉન્ડમાં ૪૮ પૈકી ૩૦ શહેરોની સ્માર્ટસીટી તરીકે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટનો ત્રીજો ક્રમાંક રહ્યો છે. આ માટે પદાધિકારીઓએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો આભાર માન્યો હતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રથમ બે તબકકામાં રાજકોટનો સ્માર્ટસીટીમાં સમાવેશ થયો ન હતો. ત્યારબાદ વિસ્તાર આધારીત વિકાસ અને ગ્રીન ફિલ્ડ એમ બે મુખ્ય પ્રોજેકટ સાથે કૌશલ્ય સંવર્ધન કેન્દ્ર, રમત-ગમત સુવિધા, ન્યુ રેસકોર્ષ, તળાવોનું નવીનીકરણ, વૈશ્ર્વિકકક્ષાએ આધુનિક આંતરમાળખાકીય સુવિધા, પાણી પુરવઠો, બીઆરટીએસ, સલામતી માટે સીસીટીવી કેમેરાની સુવિધા અને ગ્રીન બિલ્ડીંગ સહિત ‚ા.૨૬૩૦ કરોડના સ્માર્ટસીટી પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો. આજે રાજકોટને સ્માર્ટસીટી તરીકે જાહેર કરવામાં આવતા વિકાસના નવા દ્વાર ખુલશે. સ્માર્ટ વિકાસ માટે રાજકોટને આગામી ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ૫૦૦ કરોડ, રાજય સરકાર દ્વારા ૨૫૦ કરોડ અને મ્યુ.કોર્પોરેશન દ્વારા ૨૫૦ કરોડના ફાળા સહિત કુલ ૧૦૦૦ કરોડના વિકાસ કામો તાત્કાલિક અસરથી હાથ પર લેવામાં આવશે. આજે સ્માર્ટસીટીની જાહેરાત વેળાએ મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ દિલ્હીમાં હાજરી આપી હતી. મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટનો સ્માર્ટસીટીમાં સમાવેશ થયા બાદ આજે પસંદગી પણ થતા બેવડી ખુશીનો અવસર છે. શહેરની વર્ષો જુની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થવા તરફ જઈ રહી છે. આગામી ૨૯મી જુનના રોજ વડાપ્રધાનના હસ્તે સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે. આ પૂર્વે આજે વધુ એક આનંદના સમાચાર મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.