કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે દીપ પ્રાગટયથી શરૂ થશે માતાજીની આરાધના
સોમવારને તા. ર6મીએ પહેલું નોરતું છે અને સરગમ લેડીઝ કલબની બહેનો આ ગોપી રાસોત્સવમાં રમવા માટે થનગની રહી છે. ડો. યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં સંપૂર્ણ પારિવારિક માહોલમાં આ નવરાત્રિ ઉજવાશે. સોમવારે પ્રથમ નોરતે આ રાસોત્સવને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે.
આ રાસોત્સવમાં સરગમ લેડિઝ કલબના સભ્ય ન હોય એ બહેનો પણ જોડાઈ શકે છે. સિઝન પાસના 10 દિવસ ની 500/- રૂપિયા રાખવામાં આવેલ છે. અને ડેઈલી પાસ ના 100/- રૂપિયા રાખવામાં આવેલ છે. 15 વર્ષથી ઉપર ની કોઇપણ બહેનો ભાગ લઇ શકશે.
પ્રથમ નોરતું તા.ર6/09/રર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. અરવિંદભાઈ રૈયાણી, રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા ,શ્રી કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, જ્યોતીન્દ્રભાઈ મહેતા, અરવિંદભાઈ દોમડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, ખોડીદાસભાઈ પટેલ, ઇન્દુભાઇ વોરા, શ્રી બિપીનભાઈ હદવાણી, જીતુભાઈ ચંદારાણા, કેતનભાઈ મારવાડી, પ્રજ્ઞેશભાઈ પટેલ, મનસુખભાઈ ભીમાણી, શિવલાલભાઈ આદ્રોજા, શશીકાંતભાઈ કોટેચા, શ્રી મનીષભાઈ માડેકા, વેજાભાઈ રાવલીયા, રાજેશભાઈ પોબારુ, ભાવેશભાઈ પટેલ, અર્જુનભાઈ શિંગાળા, રાજાભાઈ હિન્દુજા, જયેશભાઈ લોટીયા, નીતિનભાઈ ઢાંકેચા, મહેશભાઈ રાજપૂત, જીતુભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોળવાળા, કિશોરભાઈ કોટક રાજેશભાઈ લીંબાસીયા, દીપકભાઈ ઠુમ્મર, શૈલેશભાઈ ગોવાણી, તરુણભાઈ સાગર, અમિતભાઈ ભાણવડીયા, જયેશભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હિમતભાઇ પંડ્યા અને મનીષાબેન કરીનદકરઉપરાંત રાજકોટના સોનલ ગઢવી અને નિલેષ પંડ્યા માતાજીનાં ગરબા રજૂ કરશે.
ગોપીરાસ નાં સીઝન પાસ મેળવવાનું સ્થળ યાજ્ઞીક રોડ જાગનાથ મંદિર ચોક મંદિર ની બાજુમાં ફોમ ભરવાનું સ્થળ અને સીઝન પાસ મેળવવાનું સ્થળ પણ આજ રહેશે. ફોન નં. ર467717 / ર467718 માહિતી માટે સંપર્ક કરી શકશો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ બહેનોને સમયસર 8-30 વાગ્યે ગ્રાઉન્ડમાં આવી જવા અનુરોધ કર્યો છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જસુમતિબેન વસાણી, ડો. માલાબેન કુંડલિયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, સુધાબેન ભાયા, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.