રાજકોટ શહેરના નાનામવા રોડ નજીક આંબેડકરનગરમાં રહેતો અને કપડાના શો રૂમમાં નોકરી કરતા યુવાનને સાથી કર્મચારીએ વિશ્વાસ કેળવી ભાગીદારીમાં ધંધા કરવાની લાલચ આપી રોકાણ કરાવી રૂ. 10 લાખની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે.

વડોદરા શખ્સે ધંધામાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી ચુનો ચોપડયો

શહેરના નાનામવા રોડ પરની આંબેડકરનગર સોસાયટી-3માં રહેતા અને રિલાયન્સ મોલમાં  કપડાના શો-રૂમમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતાં વિરેન્દ્ર રવજીભાઈ સોલંકી (ઉ.વ.45) સાથે વડોદરાના ખુશાલ વિષ્ણુભાઈ નાવલાણીએ એક એપમાં ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી રોકાણ કરાવી રૂા. 10.02 લાખની છેતરપિંડી કર્યોની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં વિરેન્દ્રભાઈએ જણાવ્યું છે કે તે જ્યાં નોકરી કરતો હતો તે મોલમાં આરોપી ઓડીટ માટે આવતો હોવાથી પરિચય થયો હતો. એક વખત આરોપીએ તેના પિતાની તબિયત ખરાબ હોવાનું જણાવી રૂા. 5 લાખ માંગ્યા હતા. જે તેણે આપી દીધા હતા. થોડા દિવસ બાદ આરોપીએ વધુ પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું.  ક્રેડીટ કાર્ડ દ્વારા આપ્યા હતા. જે રકમ સમયસર ખુશાલ નાવલાણીએ ચુકવી દીધા અને 1 વર્ષ સુધી બન્ને આર્થિક વ્યવહાર ચાલ્યા હતા. બાદ ખુશાલે વિરેન્દ્ર સોલંકીને મોબાઇલ કરી ભાગીદારીમાં ધંધો કરીને બાદ આરોપીએ એક એપમાં સંયુકત નામે તેની પાસે રૂ. 6 લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં આરોપીએ વળતર આપ્યું ન હતું. ક્રેડીટ કાર્ડમાંથી ઉપાડી રકમનું વ્યાજ સહિત રૂ. 10.02 લાખ થઇ ગઇ હતી. વિરેન્દ્ર સોલંકીએ અવાર નવાર કરવા છતાં ખુશાલે રકમ નહી ચુકવતા અને બ્હાના બાજી બતાવતો હોવાનું ફરીયાદમાં જણાવ્યું હતું પોલીસે વડોદરાના શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.