‘અબતક’ની મુલાકાતનમાં શિવરથ યાત્રા – રૂદ્રાક્ષ પ્રસાદની વિગતો આપતા આયોજન

રાજકોટ ખાતે શિવરાત્રીએ શિવમય માટે બની તડામાર તૈયારીઓ વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશનામ ગોસ્વામી સમાજ શિવ રથ યાત્રા સમીતી દ્વારા 10મી શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.‘અબતક’ ની મુલાકાતે આવેલ શિવરથ યાત્રા સમીતી ના આગેવાનો ધમેન્દ્રગીરી ચતુરગીરી, ભાવેશગીરી નટવરગીરી, ગૌતમગીરી ચમનગીરી, સુરેશગીરી શાંતિગીરી, આશીષપુરી મગનપુરી, શિવાલયભારથી, હિમત ભારથી, જીગ્નેશગીરી જેતીગીરી, ભાવીકપુર રાજેશપુરી, જેનીશ ભારથી, મુકેશ ભારથી, ધવલપુરી કૈલાસભારથી, ગૌરવ ભારથી વિજય ભારથી એ આયોજન અંગે જણાવેલ કે, ભગવાન શિવનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી આ પાવન પર્વે શિવ રથયાત્રા સમીતી રાજકોટ દ્વારા આયોજીત રથયાત્રામાં ભગવાન શિવની પુજા, અર્ચના ભાવ ભકિતથી કરવામાં આવશે. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શિવ ભકતો જોડાશે. મુખ્ય રથમાં  આ વર્ષે શ્રી નાગેશ્ર્વર જયોતિલિંગ સ્વરુપે મહાદેવ બિરાજમાન થાશે. તેની સાથે હાથી, ઘોડા અને ઉટની સવારીઓ હશે બાર જયોતિલીંગના સુંદર ફલોટસ હશે.

અભિષેક કરાયેલા રૂદ્રાક્ષના 1000 થી વધુ પારાઓ પ્રસાદ રુપે ભાવિકોમાં રથયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવશે. ઝાંખીઓ પણ જોડાશે યુવા ધન બાઇક રેલી સ્વરુપે રથયાત્રાની આગળ રહેશે. આવી ભકિત સભર અને શિવમય રથયાત્રામાં રાજકોટ શહેરની તેમજ રાજકોટની આજુબાજુના વિસ્તારમાં રહેતા સનાતન હિન્દુ ધર્મ  પ્રેમી ભાવિક ભકતોને આ સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રામાં પરિવાર અને મિત્રો સહિત જોડાવવા માટે દશનામ ગોસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા ભાવ ભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ ધર્મ કાર્યને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, ભાવેશગીરી નટવરગીરી, ગૌતમગીરી ચમનગીરી, અજયવન રમેશવન, વિજયગીરી અમૃતગીરી, હિતેશ ભારથી, વિનોદ ભારથી, સુરેશગીરી શાંતિગીરી, મૌલિક ગીરી અશ્ર્વિનગીરી, કૈલાસગીરી હંસગીરી, આશીષપુરી, મગનપુરી, વિશાલભારથી, હિમતભારથી, હાર્દિકપુરી, મુકેશપુરી, વિરલપુરી ધરમપુરી, જીગ્નેશગીરી જેન્તીગીરી, ભાવિકપુરી રાજેશપુરી, જેનીશભારથી, મુકેશ ભારથી, સતીશપુરી બળવંતપુરી, ધવલપુરી કૈલાશાપુરી, ગૌરવભારથી વિજય ભારથી, જનકપુરી રમણીકપુરી, અંકિતપુરી શૈલેશપુરી, પારસવન દિનેશવન, અજયભારથી અશ્ર્વિન ભારથી, ઉમગગીરી રોહિતગીરી, મિલનભારથી, યશવંતગીરી, અમીતગીરી, રાજેશગીરી, પ્રદીપભાઇ રાજવંશી, જીગ્નેશભાઇ સીતાપરા, મીલનભાઇ બોરીસાગર, યોગેશભાઇ શીંગાળા, હાર્દિકભાઇ જાવીયા સહીતના સ્વયસેવકો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.