અબતક, રાજકોટ
આજે સ્થાનકવાસી જૈનોએ હર્ષોલ્લાસ સાથે મહાવીર જન્મ જયંતિની ઉજવણી કરી છે. વિવિધ સંઘોમાં પૂ. ગુરૂ દેવોના શ્રીમુખેથી કલ્પસુત્રોનું વાંચન, ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચન તથા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોની ઉછામણી સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટી પડયા હતા. અને હૈયાના હેતથી ત્રિશલા નંદનના જન્મવધામણા થયા હતા.
દરેક લોકોએ કોઈપણ પરિસ્થિતિમાં
સંપ અને સંગઠનથી રહેતા શીખવું: હરેશભાઈ વોરા
ભગવાન મહાવીર સ્વામી ના જન્મ ના વધામણાં મહોત્સવ સાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ માં ખૂબ ઉત્સાભેર ઉજવામાં આવ્યો છે.છેલ્લા બે વર્ષ થી સાલીભદ્ર જૈન સંધ ખાતે ઉછામની અને ઉજવણી ની શરૂઆત કરવામાં આવી છે.આવખતે અમારા બધા શ્રાવક શ્રવિકો એ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો બહેનો દ્વારા પણ ભગવાન મહાવીર જ્યંતી ની ઉજવણી કરી આ પ્રસંગને ઊજળો બનવ્યો છે.
માતા ત્રીસલાદેવી ગર્ભવતી હતા ત્યારે તેમને ૧૪ સ્વપ્ન આવ્યા હતા આ સ્વપ્ન નું મહત્વ પણ ઘણું છે. ત્યારે પણ એવું હતું કે જેતે રાજ્યના પુરોહિત હોય એને સવાલ પૂછવામાં આવે. મહારાણી ને સ્વપ્નું આવ્યું છે તેનો અર્થ શું એવી રીતે એના બધા મર્મો જાણતા ગયા ત્યાર પછી એમને ખ્યાલ આવ્યો કે મહારાણી ના કુખે એવા મહાત્મા નો જન્મ થવાનો છે જે તીર્થંકર દેવ છે એટલે ત્યાર થી આ સ્વપ્ન દર્શન નું મહત્વ છે.લોકો ને એક જ સંદેશ આપીશ શમ્પ અને સંગઠન થી રહેતા શીખવું અને સમાજ માં જે કાઈ પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે પેનિક થયા વગર શાંતિ અને પ્રેમ થી તેનો સામનો કરવો અને આપના સમાજ અને સંગઠન સાથે પ્રેમ થી રહેવું.