રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર ડેપ્યુટી મેયર વોર્ડ નં 17 ભાજપ કોર્પોરેટર અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વન મહોત્સવ 2021 વુક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વન મહોત્સવ 2021 વુક્ષારોપણ કાર્યક્રમમાં દેશની દુર્ભાગ્યપૂર્ણ શરમસાર કરતી તસવીર પણ જોવા મળી રહી છે.
એક મહિલા પોલીસ (વિઝીલેન્સ) જેમના ખંભા પર સ્ટાર છે માથે પોલીસ કેપ છે વર્ધી થી સંપુર્ણપણે ફરજ પર મહિલા પોલીસના હાથમાં માટીનું ભરેલ બકડીયુ (તગારૂ) અને બાજુમાં પાવડો જોઈને નક્કી થતું નથી કે મહિલા ( વિઝીલેન્સ )પોલીસ છે કે ભાજપના મજુર ( દાળ્યા ) ?
જો મજુર હોય તો પોલીસ વર્ધી માં કેમ ?
અને જો મહિલા પોલીસ હોય તો મેયર ડેપ્યુટી મેયર જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહિલા પોલીસ કોના દબાવ અને આદેશ થી પોલીસ પાત્રને લજાવતી કામગીરી કરી રહ્યા છે ?
આ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આપના પોલીસ (વિઝીલેન્સ) ડિપાર્ટમેન્ટના મહિલા પોલીસની જે તસ્વીર સામે આવી છે તેની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે અને જેના દ્વારા પણ પોલીસ પાત્રને લાંછન લાગે એવી પ્રવૃત્તિ કરવામાં આવી છે તેના વિરુદ્ધ કાયદેસરની યોગ્ય કડક કાર્યવાહી હાથ ધરવી.
જેના લીધે રાજકોટ શહેરની જનતા મનમાં પોલીસ પ્રત્યેની ભાવના.લાગણી.ગર્વ.માન સન્માન હમેંશા જળવાઈ રહે તેમ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મનિષાબા સવાળાએ મ્યુ. કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.