કાર્યસ્થળે આવશ્યક પરિસ્થિતિ અને કાર્ય કરનારની ક્ષમતા વિષય પર ચર્ચા
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ત્રણેય ઝોનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈગો એ ગ્રીક સ્ગબ્દ છે અને તેનો અર્થ છે “કાર્ય”. જ્યારે નોમોસનો અર્થ થાય છે ધ લોઝ આર્મેડ આમ ઊલિજ્ઞક્ષજ્ઞળશભત એટલે કાર્ય સ્થળે આવશ્યક પરિસ્થિતિ અને કાર્ય કરનાર વ્યક્તિની ક્ષમતા. જે તે કર્મચારી પાસેથી મેનેજમેન્ટને ચોક્કસ પ્રકારની કાર્યકુશળતાની અપેક્ષા હોય છે.
કામના સ્થળે કર્મચારી/અધિકારીની શારીરિક અને માનસિક ક્ષમતા ક્ષમતા જળવાઈ રહે અથવા તો તેમાં જરૂરી વૃધ્ધિ થાય તે માટેનું સાયન્સ એટલે ઠજ્ઞસિાહફભય ઊલિજ્ઞક્ષજ્ઞળશભત. આ સાયન્સ હેઠળની પધ્ધતિઓ કાર્ય કરનાર વ્યક્તિને કેટલાક પ્રકારના જોખમોથી બચાવે છે. અયોગ્યરીતે બેસવું કે ઉભા રહેવું કે ટેબલ પર ઝૂકીને કામ કરવું, વજન ઉંચકવું, ચાલવું, વગેરે બાબતોમાં સાચી પધ્ધતિ અપનાવવાથી વ્યક્તિ સંભવિત શારીરિક જોખમોથી બચી શકે છે.
8 સપ્ટેમ્બર ને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન વતી તેમની એક્સપર્ટ ટીમ દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2022 ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ડેસ્ક વર્ક પ્લેસ એર્ગોનોમિક્સ તથા વર્કિંગ Ergonomics વિશે માહિતી આપી. એર્ગોનોમિક્સ સેમિનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણેય ઝોન ઈસ્ટ વેસ્ટ એન્ડ સેન્ટ્રલ માં આપવામાં આવી હતી આ માટે રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશનના ફિઝિયોથેરાપી ડોક્ટરોએ ત્રણ જેટલી એક્સપર્ટ ટીમો બનાવી હતી આ સેમિનારમાં ડેસ્ક ઉપર ખરાબ Ergonomics સાથે કામ કરવાથી Ergonomics કેવું અલ્ટર થઈ શકે અને તેને રિલેટેડ કયા કયા દુખાવા તથા સમસ્યાઓ સર્જાઈ શકે તેની માહિતી આપવામાં આવી હતી.
રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશનના હોદ્દેદારો ડોક્ટર શૈલેષ કગથરા પ્રેસિડેન્ટ, ડોક્ટર પારસ જોશી વાઈસ પ્રેસિડેન્ટ, ડોક્ટર નિશાંત નાર સેક્રેટરી ના વડપણ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં ડોક્ટર વૈભવી વેદ, ડોક્ટર નિશાંત નાર તથા ડોક્ટર રાહુલ છતલાણી વેસ્ટ ઝોનમાં ડોક્ટર હિરેન છત્રાળા, ડોક્ટર ચિરાગ સોલંકી, ડોક્ટર હિતેશ મોઢવાડિયા અને ડોક્ટર પલક શાહ તથા ઇસ્ટ ઝોન માં ડોક્ટર અંકુર પારેખ, ડોક્ટર મૌલિક શાહ તથા ડોક્ટર કોમલ દોશીએ માર્ગદર્શન આપેલું હતું