- સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહના ચુકાદા અંતર્ગત
- રાજયના કાનુની સેવા સત્તા મંડળ દ્વારા 26 સપ્ટેથી 20 ઓકટો. સુધી જન જાગૃતિ અભિયાન
ગુજરાત હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સંરક્ષક જસ્ટિસ અરવિંદ કુમાર, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સોનિયાબેન ગોકાણી ના સબળ માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, યુનિસેફ અને સૌહાર્દ સંસ્થા તરફથી બાળકો ને જાતીય ગુનાહ સામે રક્ષણ આપતો કાયદો (ઙઘઈજઘ) સંદર્ભે સમગ્ર રાજ્ય માં જાગૃતિ અભિયાન તા. 26/9/2022 થી 20/10/2022 સુધી ચલાવવાનું નક્કી થયેલું છે.
આ અભિયાન હેઠળ રાજ્ય ના તમામ જિલ્લા , તાલુકા ની ઉચ્ચતર માઘ્યમિક શાળા અને કોલેજો માં વિદ્યાર્થી ઓને આ કાયદાની પ્રાથમિક જાણકારી આપી કાયદા ની અપૂરતી જાણકારી થી બાળક ની જીંદગી ખરાબ રીતે પ્રભાવિત ન થાય તેમજ આ કાયદા માં જણાવેલ ગુન્હા ના ભોગ બનનાર બાળક ને ન્યાય અપાવવા કઈ સંસ્થા નો સંપર્ક થઇ શકે, આ બાળકોના કયા અધિકારો છે. તેમજ આ કાયદા માં બાળક ના ભવિષ્ય સુરક્ષિત રાખવા કઈ જોગવાઈ કરવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવે છે.
રાજ્યભરની કોલેજો અને શાળા સંચાલકો ના સહયોગ અને ડી ઈ ઓ ના સહકાર તેમજ કોલેજ મેનેજમેન્ટ ની મદદ થી નિષ્ણાત તજજ્ઞો વધુ માં વધુ બાળકો ને સમજ આપી છે. આ ઝુંબેશ ને ઐતિહાસિક સફળતા મળી રહી છે .સરેરાશ રોજ આશરે 50000 બાળકો નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ જાગૃતિ અભિયાન સુપ્રીમ કોર્ટ ના ન્યાયમૂર્તિ એમ આર શાહ ના ચુકાદા અંતર્ગત શરૂ કરવામાં આવેલો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ ના ન્યાયમૂર્તિ ડોકટર એ. સી જોશી, સુ વૈભવી નાણાવટી, નિખિલ કેરીયલ, સંદીપ ભટ્ટ, નિરઝર દેસાઈ તથા નીરલ મહેતા તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.