દેશભરના ૯૫ શહેરોની થઇ પસંદગી
સાઇકલ ઉપયોગને પ્રોત્સાહન માટે પગલા લેવાશે
ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જમાં રાજકોટની પસંદગી થઇ છે. શહેરમાં સાઇકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા લેવામાં આવશે.
કોવિડ-૧૯ કારણે વ્યક્તિગત પરિવહનના વિકલ્પોની આવશ્યકતામાં વધારો વાની ધારણા છે, જેમાં લોકડાઉનમાંથી બહાર આવતા શહેરોમાં સાયકલના ઉપયોગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. રાજકોટમાં પણ પાછલા મહિનાઓમાં સાયકલના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.
શહેરને સાયકલ ફ્રેંડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. આ ચેલેન્જ અંતર્ગત શહેરને તેમના નાગરિકો સાથે જોડાઈ અને નિષ્ણાતોની મદદથી, સમગ્ર શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટેના પગલાં ભરવાના રહેશે. રાજકોટ સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે, જેમાટે હવે નાગરિકો પાસેથી પણ સૂચનો મંગાવામાં આવ્યો છે.
આ ચેલેન્જને લગતા કાર્ય કરવા માટે એક ટીમની રચના કરવામાં આવશે. આ ટીમ સર્વે તેમજ નાગરિકો સાથે સંવાદ કરીને શહેરમાં સુરક્ષિત રીતે સાયકલનો ઉપયોગ વધે તે માટેના વિવિધ કેમ્પેઇન અને પ્રતિયોગિતા યોજશે.
ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ: ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જમાં ૨ સ્ટેજ હશે. પહેલા સ્ટેજમાં શહેરોમાં સાઇકલિંગને પ્રોત્સાહિત કરવા અને સ્કેલ-અપ વ્યૂહરચના વિકસાવવા માટે ઝડપી હસ્તક્ષેપો અને પ્રમોશનલ પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે. જે અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે, જેના આધારે ૧૧ શહેરોની પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામેલ પ્રત્યેક શહેરને સ્ટેજ ૧ માં રજૂ કરેલી સ્કેલ-અપ યોજનાના અમલીકરણ અને સાયકલિંગને વધુ પ્રોત્સાહિત કરવા માટે ૧ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.
નાગરિક પ્રતિભાવ: ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ અંતર્ગત રાજકોટ શહેર સો જોડાવા અને સૂચનો આપવા
સાઇકલિંગી મળશે અનેક ફાયદા
- ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ
- પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય
- સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારૂં રહે