1 કરોડનું ઈનામ પણ મળશે તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત

શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં વિવિધ 113 શહેરોએ ભાગ લીધો હતો જેમાંથી 25 શહેરોની સ્ટેજ-1માં પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ટોપ 11 શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટની પણ પસંદગી થતા રાજકોટ શહેરને રૂપિયા 01 કરોડનું પુરસ્કાર મળશે, જેનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

Screenshot 1 101

આ ચેલેન્જમાં રાજકોટે ઇકલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો. રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ અને સાયકલિંગ દરમ્યાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતી જેના બાદ બીઆરટીએસ રૂટ પર એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવેલ. નાગરીકોમાં સાયકલ અંગે જાગૃતતા લાવવા માટે તેમજ સાયકલ વર્કને પ્રમોટ કરવા માટે મહાપાલિકાએ દર શુક્રવારે કર્મચારીઓ દ્વારા સાયકલનો ઉપયોગ કરી ઓફીસે આવવા માટે એક અભિયાન પણ ચલાવેલ. આ ચેલેન્જ અંતર્ગત રેસકોર્સ ગાર્ડન પાસે પીપીપી ધોરણે સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવેલ છે. શહેરમાં સાયકલનો ઉપયોગ વધારવાથી શહેરની આબોહવાને પણ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.