દરેક વિધાનસભા બેઠકમાં જરૂરિયાત કરતા 10 ટકા વધુ સ્ટાફ અપાયો, હવે ત્રીજા રેન્ડમાઇઝેશનમાં સ્ટાફના ફરજના બુથ નક્કી થશે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે 9 હજાર જેટલા સ્ટાફનું સેક્ધડ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓની ફરજની બેઠક નક્કી થઈ છે.હવે આગામી દિવસોમાં ત્રીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. જેમાં કર્મચારીઓના ફરજના બુથ નક્કી થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં આજરોજ કલેકટર કચેરી ખાતે દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

1668845881185

પ્રથમ રેન્ડમાઇઝેશનમાં ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા હતા તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે આજે દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશન દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઑફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરના વિધાનસભા વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આજે હાથ ધરાયેલા દ્વિતીય રેન્ડમાઇઝેશનમાં 10 ટકા વધુ સ્ટાફ રાખવામાં આવ્યો હતો એટલે દરેક વિધાનસભા બેઠકમાં જરૂરિયાત કરતા 10 ટકા વધુ સ્ટાફ અપાયો છે. જેથી કોઈ વ્યક્તિ ઇમરજન્સીના લીધે ફરજ પર હાજર ન રહી શકે તો ચૂંટણી પ્રક્રિયાને કોઈ અસર પહોંચે નહિ.

1668845881160

ઉલ્લેખનીય છે કે હજુ ત્રીજીવાર સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઑફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરની ટીમને ક્યાં મતદાન મથક પર ફરજ બજાવવાની રહેશે તે સુનિશ્ચિત કરવામાં આવશે.આ પ્રક્રિયામાં જનરલ ઓબ્ઝર્વરો નીલમ મીણા,  સુશીલકુમાર પટેલ,  પ્રીતિ ગહેલોત,  મિથીલેશ મિશ્રા,  શિલ્પા ગુપ્તા,  વી.વી.જ્યોત્સના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.