દેશભરમાં પ્રથમ પ્રયોગ રૂપે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વધંનના હેતુ માટે જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. સાથે એમઓયુ કરાર કરવામાં આવશે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે હમેશા પ્રયત્નશીલ રહ્યું છે . તાજેતરમાં દેશભરમાં પ્રથમ પ્રયોગ રૂપે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વર્ધનના હેતુ માટે આઇ.ટી.આઇ. સાથે એમઓયુ કરાર કરવામાં આવશે . રાજકોટની સ્વનિર્ભર શાળાનાં વિદ્યાર્થીઓને જિલ્લાની જુદી – જુદી આઇ.ટી.આઇ.માં જુદા – જુદા વિષયો જેવા કે સિવિલ , ઇલેક્ટ્રિકલ , ઓટોમોબાઇલ્સ , રોબોટિક્સ , પ્લમ્બિંગ , થ્રી ડી પ્રિન્ટિંગ , કોમ્પ્યુટર , આઇ.ટી. વગેરે જેવા વિષયોની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે . આ અંગેના શોર્ટ ટર્મ કોર્સ તૈયાર કરવામાં આવશે . સાથે જ આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર શાળાઓ દ્વારા ભાષાકીય જ્ઞાન , સોફ્ટ સ્કીલ વગેરે જેવા વિષયો પર તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે દેશને રાહ ચીંધે છે: શાળાઓનાં બાળકોને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા ગત વર્ષે આ યોજના અંગેની રજૂઆત કરવામાં આવેલ , જેને તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો.અરુણ મહેશ બાબુ દ્વારા જિલ્લા કલેકટર ઓફિસમાં મળેલ મિટિંગમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે . આ અંગે વધુ વિગત આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ડી . વી . મેહતા એ જણાવ્યું હતું કે , આજનો યુગ કૌશલ્યો કે સ્કિલનો છે . જો યુવાનોમાં કોઇને કોઇ સ્કિલ હશે , તો તે આત્મનિર્ભર બની પોતાનો વ્યવસાય કે સારી નોકરી અથવા કારકિર્દી ઘડતરમાં મુખ્ય ભાગ ભજવશે . આ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારી અને શિક્ષણવિભાગ સાથે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી . તાજેતરમાં રાજકોટ જીલ્લા કલેકટરને 700 થી વધુ જિલ્લાઓ પૈકી રાષ્ટ્રીય કક્ષાએ ’ એવોર્ડ ઓફ એકસલન્સ ઇન ધ ફિલ્ડ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એનાયત થયો , જે માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને એવોર્ડ મેળવવા બદલ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અભિનંદન પાઠવે છે .
આ એવોર્ડ બાદ કલેકટર દ્વારા રાજકોટ ડિસ્ટ્રીકટ સ્કિલ કમિટીની બેઠક કરવામાં આવી જેમાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ (આઇટીઆઇ) અને સ્વનિર્ભર શાળાઓ વચ્ચે એમ.ઓ.યુ. કરાર કરવામાં આવશે . જે દેશમાં પ્રથમ પહેલ છે અને જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની પણ પ્રથમ પહેલ બની રહેશે. આઇ.ટી.આઇ. રાજકોટનાં પ્રિન્સિપાલ ડો . નીપુલ રાવલ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી . વી . મેહતા , મહામંત્રી પરિમલ પરડવા , અને પુષ્કર રાવલ દ્વારા આ અંગે મુસદ્દો તૈયાર કરવામાં આવશે અને કોર કમિટી તેમજ કારોબારીના તમામ સભ્યો તેમજ જિલ્લાની તમામ આઇ.ટી.આઇ.નાં પ્રિન્સિપાલ અને કર્મયારીઓ શક્યત: દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના સૌ પ્રથમ એવા આ અભિયાનને સફળ બનાવવા કટિબદ્ધ છે .
આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મુજબ એકમેકની સંસ્થાઓના વિદ્યાર્થીઓને જરૂરી પ્રશિક્ષણ આપવાનું પ્રયોજન છે . આ અભિયાનથી શાળા કક્ષાએ વિધાર્થીઓને ટેકનિકલ લાઇનમાં શું – શું આવે તેની જાણકારી મળી રહેશે , જેથી ભવિષ્યમાં કયા ટેકનિકલ વિષયમાં આગળ અભ્યાસ કરવો તે અંગે તેમનામાં સમજ કેળવાશે . ત આ અભિયાનની સફળતા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી . વી . મહેતા , ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ , ઉપપ્રમુખ ડો . ડી . કે . વડોદરીયા , મહામંત્રી પરીમલભાઇ પરડવા , મહામંત્રી પુષ્કરભાઇ રાવલ , સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા , તેમજ ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા , ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ અને ફિ – રેગ્યુલેશન કમિટીના સદસ્ય અજયભાઇ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને શાળાઓમાં સોફટ સ્કીલ-લેંગ્વેજનું જ્ઞાન પીરસાશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ હવે રાજકોટ સ્વર્નિભર શાળા સંચાલકની સ્કુલના બાળકો આઈ.ટી.આઈ.માં ટ્રેનીંગ લેશે ફકત એટલું જ નહીપરંતુ આઈ.ટીઆઈ.ના વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારાસોફટ સ્કીલ તેમજ વિવિધ ભાષાઓનું જ્ઞાન પીરસાશે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં આવતા વિદ્યાર્થીઓની વિવિધ ભાષાઓની સમજણમાં વધારો થાય અને વ્યાવસાયીક ક્ષેત્રે આ તમામ કાર્ય મદદરૂપ થાય.