રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા સહિતના પદાધિકારીઓ, પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર સહીત વરિષ્ઠ અધિકારીઓ બાળકોને શાળા પ્રવેશ કરાવશે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૭૭ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે : ધો. ૧ માં કુલ ૪૦૪૯ બાળકોનું નામાંકન થશે
સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારોની શાળા પ્રવેશોત્સવનો બીજો તબક્કો આગામી તા. ૨૨ અને ૨૩ જુન દરમ્યાન યોજાઈ રહેલ છે. જે અન્વયે રાજકોટ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૭૭ પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તા. ૨૨ તથા ૨૩ જુન દરમ્યાન યોજાઈ રહેલ છે. આ શાળા પ્રવેશોત્સવ માંનવા પ્રવેશ પાત્ર બાળકો અને પુન: પ્રવેશ પાત્ર મળીને કુલ ૪૦૪૯ બાળકોને ધો. ૧ માં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રવેશ પાત્ર બાળકોમાં કુલ ૨૧૨૩ કુમાર અને ૧૯૭૧ કન્યાઓનો સમાવેશ થાય છે.
આ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ૬ જેટલી બાળાઓને વિદ્યા લક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યકમમાં ૭૭ શાળાઓને ૧૬ રુટ બનાવીને આવરી લેવામાં આવશે.
પા… પા… પગલી કરીને આવતા નાના ભૂલકાઓને શાળામાં આવકારવા અને પ્રોત્સાહિત કરવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા સહિતના પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન મહાનગરપાલિકા સંચાલીત માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાશે. તેમજ આંગણવાળી કેન્દ્રોમાં નાના ભુલકાઓને ૫ણ પ્રવેશ અપાશે.
બે દિવસીય શાળા પ્રવેશોત્સવમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી લાખાભાઈ સાગઠીયા, મેયર સુ.શ્રી ભાવનાબેન આચાર્ય, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નાયબ મેયર શ્રી અશ્વિનભાઈ મોલિયા, દંડકશ્રી અશ્વિનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, સ્ટે. કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ અગ્રણીઓશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી અંજલીબેન મોરઝરિયા, વિરોધપક્ષના નેતા શ્રી વશરામભાઇ સાગઠીયા, અગ્રણીઓ શ્રી ભીખાભાઈ વસોયા, શ્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયવિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સર્વે શ્રી મુકેશભાઈ મહેતા, કિશોરભાઈ રાઠોડ, કિરણબેન માંકડિયા, ડો. ગૌરીબેન ધ્રુવ, ધીરજભાઈ મુંગરા, ડો. રાજેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચાવડા, જગદીશભાઈ ભોજાણી, ભારતીબેન રાવલ, રહીમભાઈ સોરા, સંજયભાઈ હિરાણી, શરદભાઈ તલસાણીયા, ભાવેશભાઈ દેથરીયા શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.
જયારે વરિષ્ઠ અધિકારીઓમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુ. કમિશનર શ્રી બંછાનીધી પાની, શિક્ષણવિભાગના નાયબ સચિવ શ્રી બી. પી. ચૌહાણ, નાયબ વનસંરક્ષક શ્રી મુકેશકુમાર પરમાર, પ્રયાશના મેનેજીંગ ડીરેક્ટર શ્રી જેનું દેવન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ સચિવ શ્રી જે. જે. ખડિયા ઉપસ્થિત રહેશે.
બેદિવસીયશાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા મ્યુનિ. કમિશ્ર્નર શ્રી બંછાનિધિ પાનીઅને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ વાઈસ ચેરમેનશ્રીમતી અલ્કાબેન કામદાર, શાશનાધિકારીશ્રી ડી.પી.પંડ્યા, સમિતિના સર્વે સભ્યો, કેળવણી નિરીક્ષકો સી.આર.સીઓ, કો-ઓર્ડીનેટરો, શાળાઓના આચાર્યો, શિક્ષકો વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.