ત્રિકોણબાગ કા રાજા 24માં વર્ષે રાજકોટમાં ગણેશ મહોત્સવનો આજે અંતિમ દિવસ છે ત્યારે આજે ગુરૂવારે સાંજે 5.30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રે 8.30 વાગ્યે જાહેર જનતા માટે દાંડિયારાસનું કાર્યક્રમ તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શુક્રવારે ગણપતિ મહોત્સવની પૂર્ણાહુતિ અને વિસર્જન યાત્રા યોજાશે.
કાલે બપોરે 11.30 વાગ્યે વિસર્જન યાત્રા અને 12 વાગ્યે શહેરની વિસર્જન યાત્રામાં જોડાઇને રાજકોટ શહેરની ભાગોળે આવેલ ખોખળદળ નદીમાં ગણપતિની મૂર્તિને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જળ સમાધિ અપાશે. આ પૂર્વે સમગ્ર શહેરની ગણપતિ વિસર્જન યાત્રાનું ત્રિકોણબાગ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરીને વિદાય અપાશે.
ગત દિવસે મહાઆરતીમાં સમાજના વિવિધ ક્ષેત્રના ભાવિક નગરજનોએ હાજરી આપી હતી. જેમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણ સેવાદાસજી, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલના રમાબેન હેરભા, પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, સીયારામ સ્વીટવાળા હરિશભાઇ ઠક્કર, શહેર ભાજપના મંત્રી કિશોરભાઇ રાઠોડ, પાટીદાર સમાજના મહિલા આગેવાન જ્યોતિબેન ટીલવા, શિવસેનાના ખોડુભા ગોહિલ, ડો.નિશાંત ગોસાઇ, પીએસઆઇ હરદીપસિંહ જાડેજા, ડો.તુષાર બુધવાણી, પીએસઆઇ વી.જે.ધોળા એમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર અરોરા, વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા, સેન્ટ પોલ સ્કૂલના ફાધર જેમ્સ ચંદ્રકાન્ત પાટીલ સહિતના મહાનુભાવોએ દેવાધિદેવ ગણપતિજીની આરતીમાં ભાગ લઇને ધન્યતા અનુભવી હતી.