દરેક ગ્રુપમાં અલગઅલગ  125 જેટલા ઈનામો અપાયા

નવરાત્રીની  ઉજવણી પૂરી થઈ ગઈ છે અને હવે  નવરાત્રીને   બાય બાય કહેવા માટે રાજકોટવાસીઓ અર્વાચીન ગરબામાંઝુમીરહ્યા છે.ગઈકાલે સરગમ પરિવારના ચાલુ વરસાદે પણ હજારથી  વધુ ખેલૈયાઓ ડી.એચ.કોલેજનાં ગ્રાઉન્ડમાં એક સાથે ગરબે રમ્યા હતા અનેઅદ્ભૂત માહોલઉભો કર્યો હતો. આ રાસોત્સવમાં સરગમ કલબ સરગમ લેડીઝ કલબ, સરગમ સીનીયર સીટીઝન કલબ,  સરગમ કપલ  કલબ અને  ઈવનીંગ  પોસ્ટના  તમામ સભ્યો જોડાયા હતા અને  પરંપરાગત ગરબા ગીતો  અને ફિલ્મી ગીતો ઉપર જુદા જુદા સ્ટેપ્સ  લીધા હતા.  સીનીયર  સીટીઝનો પણ ગરબે રમ્યા હતા અને યુવા વર્ગને  પોતાની શકિતનો પરિચય આપ્યો હતો. સરગમ પરિવારના   સભ્યોએ શરદપૂર્ણિમાં નિમિતે આ રાસોત્સવમાં ભાગ લીધો હતો. આરાસોત્સવમાં  ખેલૈયાઓઉપર ઈનામોનોવરસાદ પણ  કરવામાં આવ્યો હતો. અનેદરેક ગ્રુપમાં અલગ અલગ કુલ 125 જેટલા ઈનામો આપવામાં આવ્યા  હતા. આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ  પટેલ,  જયસુખભાઈ  ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, જગદીશભાઈ કયાડા, અનવરભાઈ ઠેબા, ડો. ચંદાબેન શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

બે દિવસીય સિનિયર સિટીઝન માટે સંગીત સંધ્યા કાર્યક્રમ

સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માં તા.08/10/22શનિવારનાં રોજ 5:30 કલાકેસૂર સપ્તક મ્યુઝીકલ ગ્રુપ દ્રારા  પ્રસ્તુત એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા.09/10/22 રવિવાર નાં તોજ 5:30 કલાકે સૂર શબ્દમ મ્યુઝીકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જુના હિંન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તો તમામ સરગમ કલબના ઇવનિંગ પોસ્ટના સભ્યોએ આઈ કાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈ કાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવીકાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા,સંજયભાઈ પંડ્યા અને સુબોધભાઈ સોની જહેમત ઉઠાવી રહ્યા છે.

કાલે રાત્રે જામશે સરગમી લોકડાયરાની રંગત :જાહેર જનતાને પણ આમંત્રણ

નવરાત્રી મહોત્સવ પૂરો થાય એટ્લે રાજકોટની જાહેર જનતા માટે વિનામુલ્યે જુદા જુદા મનોરંજક કાર્યક્રમો યોજવાની પરંપરા સરગમ કલબે જાળવી રાખી છે અને આ વખતે પણ ત્રણ દિવસ સુધી ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. આ પૈકી સંગીત સંધ્યાનો કાર્યક્ર્મ પૂરો થયા બાદ હવે તા. 08/10/22 ને શનિવાર રાત્રે 8/00 કલાકે ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ માં સરગમી લોકડાયરો યોજાશે. આ કાર્યક્ર્મમાં ટોચના કલાકારો ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્ર્મ માણવા માટે મંત્રીઓ , અધિકારીઓએ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જે.પી. સ્ટ્રક્ચર અને બાન લેબના સહયોગથી યોજાનારા ડાયરામાં માયાભાઇ આહીર, અભેસિંહ રાઠોડ, ફરિદાબેન મિર અને બિહારીભાઇ ગઢવી લોકકલા પીરસશે. આ કલાકારોને બેંજો વાદક મુકુંદભાઈ જાનીનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

આ કાર્યક્ર્મમાં પ્રમુખસ્થાને પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ઉદઘાટક તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ અને મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિવિશેષ પદે રાજયના મંત્રીઓ કિરીટસિંહ રાણા અને અરવિંદભાઇ રૈયાણી તથા સાંસદ રામભાઇ મોકરિયા ઉપસ્થિત રહેશે.  આ સિવાય મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, કલેક્ટર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્યુ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડા, ઉદ્યોગપતિ કિરીટભાઇ આદરોજા સહિતના ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.