ડી એચ કોલેજમાં સરગમી મ્યુઝિકલ નાઇટમાં માનવ મહેરામણ ઉમટ્યું: પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મેયર ડો. પ્રદીપભાઈ ડવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
સરગમ ક્લબ, ક્લાસિક નેટવર્ક તેમજ સન ફોર્જ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલી સરગમી મ્યુઝીકલ નાઈટમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને મોડે સુધી ફિલ્મી ગીતોની મજા માણી હતી.
જાણીતા પ્લેબેક સિંગરો સૂરોજિત ગુહા મનીષા કરીન્ડકર, મુખતાર શાહ, પ્રિયંકા બાસુ, હિંમતભાઈ પંડ્યા અને રાજકોટના સોનલ ગઢવીએ મનસુર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ના સથવારે જાણે કે બોલિવૂડ નગરી ઊભી કરી દીધી હતી આ સિંગરોએ જુના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી અને લોકોની વાહ-વાહી મેળવી હતી.
આ કાર્યક્રમના ઉદ્ઘાટક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે સરગમ ક્લબ એક એવી સંસ્થા છે જેના કાર્યક્રમોની લોકો રાહ જોતા હોય છે. ગુજરાતની આ સૌથી મોટી ક્લબ છે અને આ પ્રકારના જાહેર કાર્યક્રમો દ્વારા સરગમ ક્લબે સંસ્કૃતિને જીવંત રાખી છે.
આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રહેલા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને મુખ્ય અતિથિ રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પણ પોતાના ઉદબોધનમાં સરગમી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને કહ્યું હતું કે સંસ્થાની સેવાભાવી પ્રવૃત્તિઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે.
આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર પ્રદીપભાઈ ડવ, નીતિનભાઈ ભારદ્વાજ, ધનરાજભાઈ જેઠાણી, પ્રભુદાસભાઈ પારેખ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરીયા, હરેશભાઈ લાખાણી, રાજેશભાઈ કાલરીયા, સીતેશભાઈ ત્રાંબડીયા, રાજનભાઈ વડાલીયા, ચંદ્રેશભાઇ જેઠાણી, હેતલભાઇ રાજ્યગુરુ સ્મિતભાઈ કનેરિયા, મૌલેશભાઈ પટેલ,રમેશભાઈ જીવાણી, પ્રતાપભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, રાજ્દીપસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નિહાળવા માટે કિરીટભાઈ ગણાત્રા, ખાસ હાજરી આપેલ. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું. જ્યારે આભાર વિધિ સરગમ ક્લબના સ્મિતભાઈ કનેરીયાએ કરી હતી. સંચાલન સંજયભાઈ કામદાર કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનામાર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ,ગીતાબેન હીરાણી, અલકાબેન કામદાર જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, જગદીશભાઈ કિયાડા, કૌશિકભાઈ વ્યાસ, વગેરેએ જહેમત ઉઠાવી હતી.