ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા વિવિધ ટ્રસ્ટો દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાશે
સરગમ ક્લબ તથા પંચનાથ હોસ્પિટલ કમાણી ફાઉન્ડેશન પ્રેમજી વાલજી એન્ડ સન્સ, અશોક ગોધિંયા મેમોરીયલ ટ્રસ્ટ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા જેવી શેઠીયા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તા.11/01ના રોજ સવારે 8 કલાકે, કોટક સ્કુલ, મોટી ટાંકી ચોક રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં સ્થળ પર જ કેસ કાઢવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ જરૂરિયાતમંદ દર્દીઓ કેમ્પના સ્થળ કોટક સ્કૂલે તા.11/09ના સવારે 8:30 વાગ્યે સીધા પહોચી જવું, સ્થળ પર જ કેસ કાઢવામાં આવશે.
આ કેમ્પમાં ન્યુરોસર્જન: ડો.પ્રકાશભાઈ મોઢા, ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડો.ક્ધતભાઈ જોગાણી, ડો.ગૌરાંગભાઈ વાઘાણી, હૃદયરોગ: ડો. અમિતભાઈ હાપાણી, ડો. પારશભાઈ શાહ, ડો.રાજેશભાઈ તૈલી, ડો. વિરુતભાઈ પટેલ, ડો. જીગેશભાઇ દોશી, કેન્સરસર્જન: ડો. બબીતાબેન હાપાણી,ડો. રાજેશભાઈ માંકડિયા, ડો. હર્ષભાઈ થાનકી ઈ. એન. ટી. સર્જન: ડો.જીતેન્દ્રભાઈ પટેલ, ડો. જુહીબેન મણીયાર, સ્કીન સ્પેશિયાલીસ્ટ: ડો. પી.એમ. રામોતીયા, ડો. હેમાંગભાઈ દેસાઈ, ડો. મૌલિકભાઈ દઢાણીયા, ઓર્થોપેડિકા હાડકા: ડો. નીતિનભાઈ રાડીયા,ડો. કેલ્વીન વૈશ્નાની, ડો. નીશીથભાઈ સંઘવી,ડો. મતીનભાઈ લાખાણી, ડો. દીપભાઈ રાજાણી, આંખના નિષ્ણાંત: ડો. ભાર્ગવભાઈ કારિયા, ડો.એચ.કે. સિંગ, ડો.રમેશભાઈ સોલંકી, રેડીઓલોજીસ્ટ: ડો. પૂજાબેન રાઠોડ, ન્યુરો ફીઝીશ્યન: સુધીરભાઈ શાહ સ્ત્રીરોગ: ડો. જ્યોતિબેન પરમાર, ડો. જીજ્ઞાબેન ગણાત્રા, ડો. પ્રતિમાબેન નથવાણી, ડો. નીતાબેન ઠક્કર, ડો.દર્શનાબેન પંડ્યા, જનરલ સર્જન: ડો. રાજેશભાઈ વાઘમશી, ડો. વિરલભાઈ વસાવડા, ડો. પ્રતિકભાઈ ખાંડલ, બાળરોગ નિષ્ણાંત: ડો. તેજશાભાઈ હાપાણી, ડો. સિધ્ધાર્થભાઈ પટેલ, ડો. તેજશભાઈ ત્રિવેદી, ડો. મૌલિકભાઈ કોટવાડિયા, ડો. પ્રિતેશભાઈ રાઠોડ, ડો.બંસીભાઇ મણવર, આંતરડાના પેશીયાલીસ્ટ ડો.અંકીતભાઈ માંકડિયા, ડો.નીરવભાઈ પીપળીયા, ડો.મુકુન્દરાય વીરપરિયા, માનસિક રોગ સ્પેશ્યાલીસ્ટ : ડો. ભાવેશભાઈ કોટક, ડો. ક્રિષ્નાબેન પટેલ, ડો. રાજેશભાઈ રામ, ડો. વિમલભાઈ સૌમેયા, દાંત નાં સ્પેશિયલિસ્ટ: ડો. તેજસભાઈ ત્રિવેદી, ડો. કૃપાબેન ઠક્કર, ડો. વિવેકાબેન દાવડા, ડો.બંસીબેન જીવરાજાની, ડો.બ્રિજેશભાઈ સોની, ડો. મેહુલભાઈ લાલસતા, ફેમીલી ફિઝીયન: ડો. જયેશભાઈ રાજ્યગુરુ, ડો. નવલભાઈ શિલુ, ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, પ્લાસ્ટિક સર્જન: ડો. ભૌમીક્લાઈ ભાયાણી, કીડની – યુરોલોજીસ્ટ: ડો. પ્રફુલભાઈ ગજ્જર, ડો. ડેનીશભાઈ સાવલિયા,ડો. કૃણાલભાઈ કુંડલિયા, ડો. મયુરભાઈ મકસાના, ફીઝીયન: ડો. જીમીભાઈ શેરેરીઆ, ડો. મુકેશભાઈ રંગાણી, ડો. બીજભાઈ તૈલી, ડો. પીનલબેન તૈલી, પેથોલોજી: ડો.દર્શીતાબેન શાહ, ડો. પ્રવીણભાઈ ગોજીયા, ડો. અતુલભાઈ પંડ્યા, હોમિયોપેથિક: ડો. એમ.જે. મેઘાણી,આયુર્વેદિક: વી.એમ.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદિક.
સરગમ ક્લબ આયોજિત ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું ફિલ્ડ માર્શલ બેંકના સહયોગથી કેમ્પ યોજેલ છે. તારીખ 11/09ના સવારે 9.00 થી 12.00 કલાકે રક્તદાતાઓએ રક્તદાન કરવા આવવા અનુરોધ કરેલ છે.