સમાજના રાજકીય, સામાજીક આગેવાનોની રહેશે ખાસ ઉ5સ્થિતિ ‘અબતક’ ના આંગણે આગેવાનોએ આપી માહીતી
સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત એક દિવસીય રાસોત્સવ ‘થનગનાટ’ નું આયોજન તા. 8 ને શનિવાર શાસ્ત્રી મેદાન, લીમડા ચોક રાજકોટ ખાતે સાંજે 7 કલાકે કરાયેલ છે. ‘અબતક’ નુ શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનોએ કાર્યકમની વિશેષ વિગતો આપી હતી. કાર્યક્રમમાં સંત ઋષિભારતી બાપુ તથા સંત વાલજી ભગત દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવશે. આ કાર્યક્રમનાં અઘ્યક્ષસ્થાને રાજય કક્ષાના મંત્રી આર.સી. મકવાણા તથા ગુજરાત રાજયના માજી મંત્રી પરસોતમભાઇ સોલંકી હાજર રહેશે.
મુખ્ય મહેમાન ભારતીબેન શિયાળ, મુકેશભાઇ પટેલ, મહેન્દ્રભાઇ મુંજપરા, દેવાભાઇ માલમ, કુંવરજીભાઇ બાવળીયા, રાજેશભાઇ ચુડાસમા, ચંદુભાઇ ડાભી તથા રમાબેન મકવાણા તથા આમંત્રિત મહેમાન ગુજરાત રાજયના માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા તેમજ સાંસદ સભ્યો, ઉપાઘ્યક્ષ તેમજ રાજકોટના કમિશ્નર, મેયર, તથા ધારાસભ્ય સન્માનીત કોળી સમાજના કોર્પોરેટરઓ તથા રાજકોટ કોળી સમાજના રાજકોટ શહેર ભાજપના હોદેદારો હાજર રહેશે.
કોળી સમાજના રાજકીય, સામાજીક સંગઠનના પ્રમુખ કર્મચારી મંડળ તેમજ કોળી સમાજના આગેવાનો ઉ5સ્થિત રહેશે. આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત માઁધાતા ગ્રુપતા સ્થાપક ભુપતભાઇ એમ. ડાભી છે.
આ આયોજનને સફળ બનાવવા માંધાતા ગ્રુપ ગુજરાતનાં યુવા અઘ્યક્ષ હિરેનભાઇ ભુપતભાઇ ડાભી, માંધાતા ગ્રુપ ગુજરાતના પ્રવકતા વિનોદભાઇ નાંગાણી, રાજકોટ જીલ્લા પ્રમુખ વલ્લભભાઇ પરમાર, મહિલા પ્રમુખ લીલાબેન કુમરખાણીયા તેમજ માંધાતા ગ્રુપ રાજકોટની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. વધુ માહીતી માટે મો. નં. 70697 87070, 97140 80194, 93741 15463 પર સંપર્ક કરવા જણાવાયું છે.
આયોજનને સફળ બનાવવા હીરેનભાઇ ડાભી, વિનોદભાઇ નાગાણી, સોમાભાઇ ભાલીયા, વલ્લભભાઇ પરમાર, પરેશભાઇ ચુડાસમા, ભરતભાઇ ભાલીયા, મનોજભાઇ સોલંકી, દેવાંગભાઇ કુંકાવા, ભુપતભાઇ મેર, નિલેશભાઇ જાદવ, જેન્તીભાઇ રોજાસરા, મયુરભાઇ નાગાણી, કિશનભાઇ મકવાણા, રવિભાઇ જાદવ અને મયુરભાઇ પરનાલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.