રાજકોટ-69, 70ના ભાજપના ઉમેદવારો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાનું સન્માન કરીને શુભેચ્છા પાઠવી
રાજકોટ સમસ્ત જૈન સમાજના શ્રેષ્ઠીઓની એક બેઠક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કાઠિયાવાડ જીમખાનામાં મળી હતી. આ બેઠકમાં રાજકોટના ભાજપના ચારેય ઉમેદવારોને વિજયી બનાવવા માટે સમર્થન આપવાનું નકકી થયું હતુ.
આ બેઠકમાં રાજકોટ-69ના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહ અને રાજકોટ-70ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનું સન્માન કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી આપીને રાજકોટના ભાજપના ચારેય ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જૈન આગેવાનોમાં દિનેશભાઈ કોઠારી, સુનિલ શાહ, મિલન મીઠાણી, જીતુભાઈ દેસાઈ, ધારાશાસ્ત્રીઓ દિનેશભાઈ શાહ, અનિલભાઈ દેસાઈ, ડો. અમીત હપાણી, ડો. રાજુભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ અને મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
વોર્ડ નં. 1 અને 10માં ડો.દર્શિતાબેનને લોકોએ ફૂલડે વધાવ્યા: પ્રચંડ જીત નિશ્ચિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોએ લોકોની વચ્ચે જઇને પોતાનું ચૂંટણી અભિયાન તેજ બનાવ્યું છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે આજરોજ વોર્ડ નં. 10ના મતદારોની મુલાકાત લઇ તેમને મત આપવા અનુરોધ કર્યો હતો.
વોર્ડ નં. 10ના મતદારોએ ડો. દર્શિતાબેનના લોકસંપર્ક અભિયાન દરમિયાન તેમનું ફૂલડે વધાવી સ્વાગત કર્યું હતું અને પ્રચંડ જીતની ખાતરી આપી હતી. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરની બહાર નીકળીને ડો. દર્શિતાબેન શાહને જીતની શુભકામના પાઠવી હતી. પાવનપાર્ક, સત્યસાઇ રોડ, મારુતિપાર્ક 1-2-3, ઇગલનગર, આલાપ, શ્રીજી કૃપા બંગલોઝ, ફૂલવાડી સોસાયટી, મિલાપનગર મેઇન રોડ, શક્તિનગર, રાધાપાર્ક, નંદનવન, રામપાર્ક મેઇન રોડ સહિતના તમામ વિસ્તારોમાં ડો. દર્શિતાબેન શાહને પ્રચંડ જનસમર્થન સાંપડ્યું હતું.
ડો. દર્શિતાબેન શાહના આ લોકસંપર્ક દરમિયાન વોર્ડ નં. 10ના પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, મહામંત્રી પરેશ તન્ના, વોર્ડ પ્રભારી પ્રવીણભાઈ મારુ તેમજ મહિલા સંગઠન, યુવા સંગઠન સહિતના સેંકડો કાર્યકર્તાઓ સાથે રહ્યા હતાં.
જ્યારે વોર્ડ નં. 1માં ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જેમાં ભારતીનગર, આલાપ ગ્રીન સીટી, શાંતિ નિકેતન, અમીધારા જેવી અલગ અલગ સોસાયટીઓમાં લોકસંપર્ક કર્યો હતો. ડો. દર્શિતાબેન સાથે નિતિનભાઈ ભારદ્વાજ, અંજલીબેન રુપાણી, હિતેશ મારુ, કાનાભાઈ ખાણધર, વોર્ડ પ્રભારી દિલીપભાઈ, કોર્પોરેટરો અલ્પેશભાઈ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, હીરેનભાઈ ખીમાણીયા, સંગઠનના હોદેદારો, મહિલા સંગઠન તેમજ યુવા મોરચાના સભ્યોએ હાજરી આપી હતી.